Western Times News

Gujarati News

કોરોના કાળમાં વેપારીઓનો મંત્ર ‘આજે રોકડા-કાલે પણ રોકડા’

Files Photo

છેલ્લા ત્રણ મહિનાથી માર્કેટમાં ક્રેડીટ  પર માલ આપવાનું લગભગ બંધ

(પ્રતિનિધિ)અમદાવાદ, કોરોનાના કારણે લોકડાઉન અને ત્યારપછી અનલોકની સ્થિતિમાં કામ-ધંધાના હજુ કોઈ ઠેકાણા પડ્યા નથી. જે પ્રકારે માર્કેટમાં રોકડ ફરવી જાેઈએ એ ફરતી નહીં હોવાથી વેપારીઓ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે. તો બીજી તરફ ઉધારી પરત નહીં આવતી હોવાથી નાણા ખેચની સ્થિતિનો અનુભવ થઈ રહયો છે. ખાસ તો ગુજરાતની બહારના રાજયોમાં વેપાર કરતા ધંધાર્થીઓની ઉઘરાણી સમસ્યા બની ગઈ છે. કારણ કે અમુક રાજ્યોમાં હજુ પણ અર્ધલોકડાઉન પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. જ્યાં હજુ કામ-ધધા શરૂ થયા છે વેપારીઓ ૧પ દિવસ તથા મહિનાની ક્રેડીટ પર માલ આપતા હોય છ.

પરંતુ કોરોનાએ તો બાજી પલ્ટી નાંખી છે. તેથી વેપારીઓએ માલસામાન ઉધાર આપવાનું બંધ કરી દીધુ છે. દરેક પ્રકારના માર્કેટમાં આવુ જ વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. જાણકારોના મંતવ્ય અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી ક્રેડીટ ઉપર માલ આપવાનું વપારીઓએ લગભગ બંધ જ કરી દીધુ છે.

કારણ કે જૂની ઉઘરાણી જયાં સુધી પરત ન આવે ત્યાં સુધી નવો માલ ક્રેડીટ પર આપવો જાેખમકારક હોવાથી વેપારીઓએ ‘કોરોનાકાળમા નવુ સુત્ર અપનાવે છે. ‘આજે રોકડા, કાલે પણ રોકડા’ મતલબ કે રોકડ વ્યવહાર સિવાય ધંધો કરવો નથી એવેુ વેપારીઓ જણાવી રહ્યા છે. કોરોનાથી અર્થતંત્રને ફટકો પડયો છે. અને તેને બેઠુ થતાં દિવાળી જેટલો સમય જરૂર નીકળી જશે. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

મુબઈ-સુરત અમદાવાદ સહિતના વેપારીઓએ તો ક્રેડીટ ઉપર માલ આપવાનું બંધ જ કરી દીધું છે. જાે કે એમાંથી ઘણા વેપારીઓ આર્થિક રીતે સધ્ધર હોય કે ધધાકીય જાેખમ લેવા માંગતા હોય તેઓ ક્રેડીટ પર માલ આપતા હશેે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. છતાં ઓવરઓલ માર્કેટમાં હાલ પુરતો ક્રેડીટ પર માલ આપવાનો મામલો કોરોનાની સ્થિતિને જાેતા મુલત્વી રહ્યો છે. એક વખત માર્કેટ ધમધમત થાય અને ઉધારની ઉઘરાણી પરત આવતી થાય પછી જ વેપારીઓ આ અંગે વિચારી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.