ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડે દુનિયાની અત્યાધુનિક રોબોટિક સર્જરી સિસ્ટમ ઈન્સ્ટોલ કરી
મહારાષ્ટ્રમાં અગ્રણી હેલ્થકેર નિવારણ પ્રદાતામાંથી એક ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ દ્વારા દુનિયાની અત્યાધુનિક રોબોટિક સર્જરી ટેકનોલોજી દા વિન્સી Xi રોબોટિક સર્જિકલ સિસ્ટમ આજે અહીં ઈન્સ્ટોલ કરી હતી. આ ચાર- પાંખિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમ યુરોલોજી, ઓન્કોલોજી, ગાયનેકોલોજી, હેડ અને નેક અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ સર્જરીની સ્પેશિયાલ્ટીઝ માટે ઉપયોગ કરવામાં આવશે. આ સર્જિકલ સિસ્ટમનું ઉદઘાટન ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડના ઝોનલ ડાયરેક્ટર ડો. એસ નારાયણી, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડના સિનિયર કન્સલ્ટન્ટ, સર્જિકલ ઓન્કોલોજી અને કોલોરેક્ટલ સર્જરીના ડિપાર્ટમેન્ટના હેડ ડો. અનિલ હેરૂર, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડના ચીફ ઓફ યુરોલોજી ડો. પંકજ મહેશ્વરીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
સિસ્ટમની યુટિલિટી વિશે બોલતાં ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડના સિનિયર કન્સલ્ટન્ટ, સર્જિકલ ઓન્કોલોજી અને કોલોરેક્ટલ સર્જરીના એચઓડી ડો. અનિલ હેરૂરે જણાવ્યું હતું કે આ રોબોટિક સર્જિકલ સિસ્ટમનો ઉપયોગ નાટકીય રીતે ચિકિત્સકીય પ્રક્રિયાઓ જે રીતે હાથ ધરવામાં આવે છે તેમાં અચૂકતા, વિઝ્યુઅલાઈઝેશન વધારશે, જેને લીધે તબીબ અને દરદીઓને પણ બહુ ફાયદો થશે. દરદીઓ માટે ઝીણામાં ઝીણો વાઢકાપ, વહેલા સાજા થવું અને હોસ્પિટલમાં ઓછો મુકામ તથા તેને લઈ ઓછો ખર્ચનો લાભ થશે.
દરદીઓને લાભ વિશે વધુ માહિતી આપતાં ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડના ચીફ ઓફ યુરોલોજી ડો. પંકજ મહેશ્વરીએ જણાવ્યું હતું કે યુરોલોજિકલ સમસ્યાઓ, ખાસ કરીને યુરોલોજિકલ કેન્સર અને રિકન્સ્ટ્રક્ટિવ પ્રક્રિયાઓમાં સુધારણા કરવા માટે રોબોટિક સર્જરી કરાવનારા દરદીઓને ભરપૂર લાભ થશે ત્યારે આ સર્જરીથી ઓછામાં ઓછું જખમ રહેશે, કોન્ટિનન્સ પર ઝડપથી સંયમ મળશે અને જાતીય કામગીરી પણ આસાનીથી સાજી થશે.
ફોર્ટિંસ હોસ્પિટલ, મુલુંડના ઝોનલ ડાયરેક્ટર ડો. એસ નારાયણીએ જણાવ્યું હતું કે રોબોટિક સિસ્ટમ ઉત્કૃષ્ટ નિર્મિતીમાંથી એક છે, જે જટિલ સર્જરી પણ દરદીઓની સુરક્ષાની ઉચ્ચ સપાટી સાથે શક્ય બનાવે છે. ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડમાં આ ટેકનોલોજી લાવવામાં મને બેહદ ખુશી છે, જે સર્જિકલ સંભાળને નવી ઊંચાઈએ લઈ જશે.
નવી દા વિન્સી Xi સિસ્ટમ ડોક્ટરના હાથોના વિસ્તાર તરીકે કામ કરે છે, જે તેમને એકદમ અચૂકતા સાથે સર્જરી કરવામાં અને આસપાસના ટિશ્યુઓને અત્યંત ઓછામાં ઓછી હાનિ સાથે તે પાર પાડવામાં મદદરૂપ થાય છે. તે આધુનિક ટેકનોલોજી સાથે કુશળ સર્જનોને જોડીને જટિલ સર્જિકલ પ્રક્રિયાઓ હાથ ધરવામાં મદદ કરે છે. ઉચ્ચ અચૂક સર્જરીઓ કરવા માટે તૈયાર કરવામાં આવેલી આ સર્જિકલ સિસ્ટમ તાલીમબદ્ધ સર્જનોની નિષ્ણાત ટીમ દ્વારા સંચાલન કરવામાં આવી હતી.
દરદીઓને અનેક લાભો છે, જેમાં હોસ્પિટલમાં મુકામ ઓછો કરવો પડે છે, ઝડપથી સાજા થવાય છે, વાઢકાપ કરેલી જગ્યામાં ચેપનું ઓછું જોખમ, લોહી ઓછું જવું વગેરેનો સમાવેશ થાય છે, જેને લીધે ટિશ્યુઓ આરોગ્યવર્ધક રહે છે અને ડર પણ ઓછો રહે છે. આ પ્રક્રિયાનો સૌથી મોટો લાભ એનલજેસિક જરૂરતોમાં ભરપૂર ઘટાડા સાથે તે લગભગ દર્દમુક્ત છે. આ પ્રોગ્રામને લીધે એક દિવસના હોસ્પિટલમાં મુકામમાં ઘણી બધી પ્રક્રિયાઓ હાથ ધરી શકાશે.