ચીની ફાઈટરો તાઈવાનમાં ઘૂસ્યા: પરિસ્થિતિ તંગ
નવી દિલ્હી, તાઈવાન અને ચીન વચ્ચે ફરીથી તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચીનના ફાઈટર વિમાનોએ તાઈવાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યુ હતું. ચીનના ફાઈટર જેટ તાઈવાનમાં ઘૂસી જતા તાઈવાને ચીનને ચેતવણી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચીનના ફાઈટર વિમાનો તાઈવાનમાં ઘૂસતા તાઈવાને મિસાઈલ છોડીને ચીનનું વિમાન તોડી નાખ્યું હતું. જાે કે તાઈવાને આ વાતનો ઈન્કાર કર્યો હતો. આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. તાઈવાનની મદદમાં અમેરિકા છે. હવે ફરીથી ચીને તાઈવાનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે.