Western Times News

Gujarati News

અફધાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહ પર હુમલો

કાબુલ, તાલિબાન અને પાકિસ્તાનના કટ્ટર આલોચક અફગાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહના કાફલા પર પાટનગર કાબુલમાં ભીષણ બોંબ હુમલો થયો છે.આ હુમલામાં સાલેહ બાલ બાલ બચી ગયા છથે સાલેહના પુત્રે જણાવ્યું હતું કે તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં તેની સાથેના કોઇ વ્યક્તિ હતાહત થયા નથી બોંબ હુમલસામાં ત્રણ લોકોના મોત થયા છે જયારે ૧૨ લોકોને ઇજા થઇ હતી.

ઉપરાષ્ટ્રપતિ સાલેહના પુત્ર એબાદ સાલેહે ટ્‌વીટ કરી કહ્યું હું આશ્વાસન આપવા માંગુ છું કે હું અને મારા પિતા બંન્ને જ સુરક્ષિત છે અને અમારી સાથે કોઇ પણ વ્યક્તિ શહીદ થયો નથી બધા લોકો સુરક્ષિત છે એબાદ પોતાના પિતાની સાથે યાત્રા કરી રહ્યો હતો આ પહેલા પણ સાલેહની ઉપર ગત વર્ષ જીવલેણ હુમલો થયો હતો જેમાં ૨૦ લોકો માર્યા ગયા હતાં. આ વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે ગાડીઓના પરખેપડખા ઉડી ગયા હતાં આસપાસની ઇમારતોને પણ ખુબ નુકસાન પહોંચ્યુ છે સડકો પર દરેક રીતની તબાહીનું મંજર નજર આવી રહ્યું છે એ યાદ રહે કે આજના દિવસે ૧૯ વર્ષ પહેલા તાલિબાનના વિરોધી નેતા રહેલ અહમદ શાહ મસુદની પણ હત્યા કરી દેવામાં આવી હતી માનવામાં આવી રહ્યું છે કે આ હુમલાની પાછળ તાલિબાન અને પાકિસ્તાનના આતંકી જુથોનો હાથ છે. અફગાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ઇજા પામેલાઓને હોસ્પિટલ ખસેડાયા છે. કેટલાકની હાલત ગંભીર છે. કોઇ જુથે હુમલાની જવાબદારી લીધી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.