તમે પોતાના કર્મોથી પોતાનું નસીબ બનાવો છોઃ અંકિતા
સુશાંતના મોત પછીથી જ ન્યાયની આ લડાઈમાં સુશાંતના પરિવાર સાથે અંકિતા લોખંડે હિંમત સાથે ઊભી રહી
મુંબઈ, આખરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. તેણે સુશાંત રાજપૂત મામલે ડ્રગ્સમાં પૂછપરછ પછી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. રિયાની ધરપકડ પર સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ખુશી વ્યક્ત કરી હતી તો સુશાંત ની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે અને દોસ્ત વિકાસ ગુપ્તાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
અંકિતા લોખંડેએ પહેલા શ્વેતા સિંહના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર હાર્ટ ઈમોજી સાથે એવું લખીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરતા અંકિતાએ લખ્યું કે, ‘ભાગ્યથી, સંયોગથી કશું જ થતું નથી. તમે પોતાના કર્મોથી જ પોતાનું નસીબ બનાવો છો. આ જ કર્મ છે. નોંધનીય છે કે સુશાંતના મોત પછીથી જ ન્યાયની આ લડાઈમાં સુશાંતના પરિવાર સાથે તે હિંમતથી ઉભી છે.
તે પહેલા પણ અનેક ઈન્ટરવ્યૂમાં કહી ચૂકી છે કે જ્યાં સુધી સુશાંતને ન્યાય નહીં મળે તે ચૂપ નહીં બેસે. તો વિકાસ ગુપ્તાએ ટિ્વટર પર એક ન્યૂઝ ચેનલ પર બતાવવામાં આવી રહેલી રિયાની ધરપકડનો સ્ક્રિનશોટ શૅર કર્યો અને લખ્યું કે,’હવે ઓછામાં ઓછું સુશાંતના બાઈપોલર હોવાની બકવાસ કરવી બંધ કરશે. હા, રિયા ચક્રવર્તીને માત્ર વીડ ખરીદવા માટે જ નહીં પરંતુ ખોટું બોલવાના આરોપસર પણ ધરપકડ કરવામાં આવી છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
રિયાની ધરપકડ પછી અનેક લોકોએ સુશાંતની બહેન શ્વેતા અને દોસ્ત અંકિતા લોખંડેને શુભેચ્છાઓ પાઠવી હતી. ધરપકડ પછી હવે રિયાને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી છે. તેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. નોંધનીય છે કે રિયા અત્યાર સુધી પોતાના પર લાગેલા દરેક આરોપો નકારતી રહી હતી પરંતુ ત્રીજા દિવસની આકરી પૂછપરછમાં તેણે કબૂલ કર્યું હતું કે તેણે સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ પહોચાડવામાં મદદ કરી હતી. SSS