Western Times News

Gujarati News

કોરોનાને મ્હાત આપ્યા પછી શ્રેણુ પરીખનું વજન વધી ગયું

મહામારી દરમિયાન જીવનમાં ભૌતિક સાધનો સિવાય પણ ઘણું છે એવો અહેસાસ એક્ટ્રેસને થયો હોવાનો દાવો
મુંબઈ, ટેલિવિઝન એક્ટ્રેસ શ્રેણુ પરીખ હાલ વડોદરામાં પોતાના પરિવાર સાથે છે. જુલાઈ મહિનામાં શ્રેણુ કોરોનાથી સંક્રમિત થઈ હતી. કોરોનાથી સાજી થયેલી શ્રેણુ પરીખે કહ્યું કે, આ દિવસોએ તેને શીખવ્યું છે કે, જીવનમાં ભૌતિક સાધનો સિવાય પણ ઘણું છે. શ્રેણુએ કહ્યું, હું કોરોનાથી સાજી થઈ રહી હતી ત્યારે મેં નોંધ્યું કે, લોકો જિંદગી પ્રત્યે સભાન નથી. મેં આ વાયરસથી બચવા તમામ પ્રયત્નો કર્યા તેમ છતાં સંક્રમિત થઈ હતી. હું મારી જિંદગી અને પરિવાર વિશે ચિંતાતુર હતી.

સ્ટાર શ્રેણુ પરીખ મુંબઈથી વડોદરા બાય રોડ પહોંચી

આ મહામારીએ મને શીખવ્યું છે કે, જીવન ભૌતિક સુખ-સુવિધાઓ કરતાં વિશેષ છે. શ્રેણુએ આગળ કહ્યું, આપણે હંમેશા રૂપિયા, કરિયર, વધુ રૂપિયા કેવી રીતે કમાવવા તે વિશે વિચારતા હોઈએ છીએ પરંતુ આ સમયે આપણને પ્રાથમિકતાઓ વિશે ફરી વિચાર કરવાનો સમય આવ્યો છે. હું આજે જીવિત રહીને ખુશ છું! કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે આપણને અહેસાસ થવો જોઈએ કે જિંદગી કેટલી અમૂલ્ય છે. મેં હવે મારા સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે.

પરિવાર તરીકે પણ અમે નજીક આવ્યા છે અને સારી વાત તો એ છે કે, શુભમ (શ્રેણુનો ભાઈ) પણ અમારી સાથે છે. હું ખૂબ ડરેલી હતી પરંતુ મેં મારા પરિવાર સામે ક્યારેય આ ભય વ્યક્ત નહોતો કર્યો. જો હું તેમની સામે તૂટી ગઈ હોત તો આ સ્થિતિ સંભાળવી તેમના માટે વધુ મુશ્કેલ બની હોત કારણકે તમને પીડામાં જોઈને તેઓ પણ નિરાશ થાય છે.

શ્રેણુએ કહ્યું, હું સુરભી ચાંદના અને માનસી શ્રીવાસ્તવ જેવા મારા ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સ અને વડોદરામાં રહેલા મિત્રોના સતત સંપર્કમાં હતી. તેમની સાથે વાત કરીને મને હિંમત મળતી હતી. હું ભલે થોડા દિવસ માટે કોવિડ હોસ્પિટલમાં હતી તેમ છતાં કશું પણ વિચાર્યા વિના તેઓ મને મળવા આવતા અને મારા માટે જરૂરિયાતની વસ્તુઓ લાવતા હતા. આ બધી નાની-નાની બાબતો મારા માટે મહત્વ રાખે છે. એએએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.