અભિનેત્રી ભાગ્યશ્રીએ તેના ફેન્સ માટે વીડિયો શેર કર્યો

મુંબઈ: લોકડાઉન શરૂ થયું ત્યારથી મલાઈકા અરોરા, અલાયા એફ અને કરીના કપૂર વગેરે જેવી બોલિવૂડ અભિનેત્રીઓએ ચમકતી સ્ક્રીન મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ પર ઘણી ટીપ્સ અને ટ્રિક્સ શેર કરી છે. હવે ‘મૈંને પ્યાર કિયા’ ફેમ અભિનેત્રી ભાગ્યશ્રીએ પણ તેના ફેન્સ માટે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક સરળ અને ચમકતી ત્વચા મેળવવા માટે ફેસ-પેક રેસીપી શેર કરી છે અને ત્વચાને થતા ફાયદાઓ વિશે પણ પણ જણાવ્યું છે. ૫૧ વર્ષીય ભાગ્યશ્રીને જોઈએ તો તેની વાસ્તવિક ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી.
![]() |
![]() |
તેઓ ફીટનેસની સાથે સાથે ત્વચાની પણ ખૂબ જ સારી સંભાળ રાખે છે. તેથી જો તે તમને ત્વચાની સાર-સંભાળ માટે પ્રેરણા આપે છે, તો તેમની ટીપ્સને ચોક્કસપણે ફોલો કરવી જોઈએ. આ વીડિયોને શેર કરતાં ભાગ્યશ્રીએ કેપ્શનમાં લખ્યું છે, ત્વચાની સંભાળ માટેની એક સરળ રૂટીન જે હું દરરોજ અનુસરું છું. તે મારી ત્વચાને જ સાફ રાખે છે, તેની સાથે તેને મોઇશ્ચરાઇઝ અને પોષણ આપે છે. કેટલાક ઓટને એક પાઉડરમાં નાખીને પીસી(ક્રશ) કરો અને તેને એક બોટલમાં સ્ટોર કરી દરરોજ ઉપયોગ કરો.
ચહેરા માટે પેસ્ટ બનાવવા માટે તેમાં થોડું દૂધ અને મધ નાખો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકાવા દો. તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોતા પહેલા તેને થોડું ઘસવું. આ સાથે, વીડિયોમાં ભાગ્યશ્રીએ ઓટ્સના ત્વચા માટેના ફાયદા પણ જણાવ્યા છે. તેમણે કહ્યું, ઓટ્સમાં ક્લીંજિંગ(શુદ્ધિકરણ)ના ગુણધર્મો છે, જે ડેડ સ્કિન (મૃત ત્વચા) દૂર કરે છે.
દૂધ એક ખૂબ જ સારું મોઇશ્ચરાઇઝર અને ટોનર છે, જે ત્વચાને નરમ અને ડાઘ વગરની રાખવામાં મદદ કરે છે. જ્યારે, મધ કુદરતી રીતે એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણધર્મો સાથે ત્વચાને હાઇડ્રેટ કરે છે. જ્યારે પણ તમે થાકેલા હોવ ત્યારે આ ફેસ પેક લગાવીને તમે તાજગી અનુભવી શકો છો.