“ખાલી પીલી ગીત” રિલીઝ થતા લોકોને પસંદ ન આવી

મુંબઈ: હાલમાં બોલીવૂડનો સમય થોડો નબળો ચાલી રહ્યો છે. હાલમાં ઓનલાઈન પર ડિસલાઈકની સિઝન ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ફિલ્મ સડક-૨ના ટ્રેલરને રેકોર્ડ ડિસલાઈક મળી હતી અને હવે આ યાદીમાં બોલીવૂડની આગામી ફિલ્મ ‘ખાલી પીલી’ના એક ગીતનો ઉમેરો થયો છે. આ ફિલ્મના એક ગીત ‘બીયોન્સ શર્મા જાયેગી’ને યુટ્યુબ પર લાઈક કરતા ડિસલાઈક વધારે મળ્યા છે. સડક-૨ વખતે નેપોટિઝમને લઈને પ્રેક્ષકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા તેને ડિસલાઈક વધારે આપ્યા હતા.
![]() |
![]() |
પરંતુ આ ગીતને ડિસલાઈક મળવાનું કારણ અલગ છે. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધી ૮૧ હજાર લાઈક્સ મળ્યા છે જ્યારે ૭.૬૩ લાખ ડિસલાઈક મળ્યા છે. ખાલી પીલી ફિલ્મના આ ગીતમાં બોલીવૂડના બે યુવાન કલાકાર ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે જોવા મળે છે. આ ગીત રવિવારે યુટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું. જોકે, આ ગીતના વિડીયોને લોકોએ લાઈક કરતા ડિસલાઈક મોટી સંખ્યામાં આપ્યા હતા. લોકોને આ ગીતના શબ્દો બીયોન્સ શર્મા જાયેગી સામે વાંધો પડ્યો છે.
ખાલી પીલી ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ મકબૂલ ખાને ડિરેક્ટ કરી છે અને તેના પ્રોડ્યુસર અલી અબ્બાસ ઝફર અને હિમાંશુ મેહરા છે. સ્ટોરી મકબૂલ ખાને લખી છે પરંતુ ફિલ્મના રાયર યશ કેસરવાની અને સીમા અગ્રવાલ છે.
બીયોન્સ શરમા જાયેગી એવા શબ્દનો ઉપયોગ થવાથી આ ગીત રિલીઝ થયું તે સાથે જ લોકોએ ગીતની ઝાટકણી કાઢી હતી. નેટ પર લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે અમેરિકન સિંગર બીયોન્સની માફી માંગવી જોઈએ.
આ ગીતના શબ્દો છે. ઓ તુજે દેખ કે ગોરીયા બીયોન્સ શરમા જાયેગી જેનો મતલબ થાય છે કે તારા જેવી ગોરી છોકરીને જોઈને બીયોન્સ શરમાઈ જશે. ખાસ વાત એ છે કે આ ગીત એવા સમયમાં રજૂ થયું છે જ્યારે વિશ્વમાં હાલમાં ઘણા દેશોમાં બ્લેક લિવ્સ મેટરનું અભિયાન ચાલી રહ્યું છે. ઓનલાઈન ચાલી રહેલા આ અભિયાનને બોલીવૂડના ઘણા સ્ટાર્સે પોતાનો સપોર્ટ આપ્યો હતો. અમેરિકામાં જ્યોર્જ ફ્લોય પ્રત્યે પોતાનું સમર્થન દેખાડવા માટે ઘણા બોલીવૂડ સ્ટાર્સે તેને લગતી ટિ્વટ કરી હતી.