Western Times News

Gujarati News

તબાહ થયેલી ઑફિસેથી જ કામ કરીશ: કંગના રનૌત

મુંબઈ: પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોટની ઑફિસમાં બીએમસીએ ખૂબ તોડફોડ કરી હતી. બીજી તરફ કંગના પણ એ જ દિવસે મુંબઈ પહોંચી હતી અને ગુરુવારે તેણે પોતાની ઑફિસની મુલાકાત લીધી હતી. ઑફિસ વિઝિટ દરમિયાન એક્ટ્રેસના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. બીજી તરફ બીએમસીની કાર્યવાહી બાદ લોકો કંગનાના સમર્થનમાં આવી ગયા છે અને તે બધાનો આભાર વ્યક્ત કરી રહી છે. પોતાની ઑફિસથી પરત ફર્યા બાદ એક્ટ્રેસે પોતાના મનની વાત કહી છે.

કંગના રનોતે ટ્‌વીટ કરતા લખ્યું કે મારી ઑફિસ ૧૫ જાન્યુઆરીના રોજ ખુલવાની હતી. ત્યારબાદ કોરોનાએ અમને બધાને ટાર્ગેટ બનાવ્યા, જેના કારણે અમારામાંથી મોટાભાગના લોકોએ કામ કર્યું નહીં. આને રિનોવેટ કરાવવા માટે પૈસા નથી. હું તે તૂટેલી ઑફિસથી જ કામ કરીશ.

આ તબાહ ઑફિસ એક પ્રતીક છે કે, એક મહિલા જે આ દુનિયામાં અવાજ ઉઠાવવાનું સાહસ કરે છે તેની સાથે શું થાય છે. આના પહેલા કંગના રનોટ પોતાની ગાડીથી ઑફિસ પહોંચી હતી અને થોડી મિનિટો સુધી ગાડીની અંદરથી બહાર ફેલાયેલા કાટમાળને એકીટશે જોતી રહી. ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી ઑફિસમાં ગઈ અને વારાફરતી ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્‌ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર પર ગઈ. આ દરમિયાન ઑફિસના કાટમાળને જોઈને તેની આંખોમાં નિરાશા દેખાઈ રહી હતી.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

આશરે ૧૫-૨૦ મિનિટ સુધી ત્યાં રોકાયા બાદ કંઈ બોલ્યા વિના કંગના પોતાના ઘર માટે રવાના થઈ ગઈ. જણાવી દઈએ કે, કંગના રનોટના ઘરે બીએમસી દ્વારા ગેરકાયદેસ ગણાવી તોડવાના કેસમાં ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટમાં સુનવણી થઈ. અહીં બંને પક્ષોએ સમય ફાળવવાની માગણી કરી જેના પર કોર્ટે કેસની સુનવણીને ૨૨ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. બૉમ્બે હાઈકોર્ટે કહ્યું કે, આના પર ૨૨ તારીખ બાદ સુનવણી થશે. કોર્ટે એમ પણ કહ્યું કે, ૨૨ સપ્ટેમ્બર સુધી ઑફિસમાં કશું તોડી કે જોડી શકાશે નહીં. ઑફિસમાં પાણીની પાઈપલાઈન અને વીજળીની લાઈન કપાયેલી છે તેને પણ પાછી કનેક્ટ કરવા પર રોક લગાવી દેવાઈ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.