જય અંબે આશ્રમ દ્વારા માનસિક વિકલાંગ બહેનોને પરિવાર સાથે મિલન કરાવ્યું
બાયડ સ્થિત જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકલાંગ (દિવ્યાંગ) બહેનોના આશ્રમમાં 181 મહિલા અભયમ દ્વારા બિનવારસી માનસિક વિકલાંગ બહેનોન આશ્રમ સુધી પહોંચાડવામાં આવે છે.અહીં બહેનોને બે ટાઈમ ભોજન,નાસ્તો,કપડાં,મેડિકલ ટ્રીટમેન્ટની સાથે પ્રેમ,હૂંફ ,લાગણી આપવામાં આવે છે,
જેના કારણે આશ્રમવાસી બહેન ની માનસિક સ્થિતિ માં ધીમે ધીમે સુધારો આવતા પોતાના પરીવારનું સરનામું યાદ કરતા પોલીસ ઇન્કવાયરી તથા અન્ય માધ્યમ દ્વારા પરિવાર સુધી પહોંચાડવાની અનોખી પ્રવૃત્તિ હાથ ધરાય છે.જેના ભાગ રૂપે મધ્ય પ્રદેશ રાજ્ય ની 4 બહેનો ને એક સાથે પોતાના પરિવાર સુધી પહોંચાડવાની સફળતા મળી
1) મંદસોર જિલ્લા ના ગુરાડિયા શાહ ગામના દેવીબા 3 વર્ષ થી લાપત્તા હતા,જે 18/3/19 ના રોજ 181 મહેસાણા દ્વારા લાવવામાં આવ્યા હતા
2)ઉજ્જેન જિલ્લાના બડનગર તાલુકા ના જાફલા ગામના અકોલુંબેન 2 દીકરા અને 3 દીકરી ની માતા 4 વર્ષ થી ગુમ થયા હતા,જે 181 મોડાસા દ્વારા 15/4/18ના રોજ લાવવામાં આવ્યા હતા. 3)ધાર જિલ્લાના સીમલિયા ગામના 5 બાળકોના માતા રાખીબેન 4 વર્ષ થી ગુમ થયા હતા,જે 8/2/19 ના રોજ જલારામ સેવા ટ્રસ્ટ હિંમતનગર દ્વારા લાવવામાં આવ્યા હતા.
4)જેમના ભાઈ અને પિતા બંને શિક્ષક છે તેવા જાંબુઆ જિલ્લાના બાન ગામના ચેતના બહેન 3 વર્ષ થી ગુમ હતા,જે શહેરા પંચમહાલ પોલીસ દ્વારા 20/10/18 ના રોજ લાવવામાં આવ્યા હતા. આ તમામ બહેનો ને 8/9/20 ના રોજ આશ્રમ ના સેવાસાથી રાકેશભાઈ કુમાવત( જેઓ સરસ રીતે આશ્રમવાસી બહેનો જોડે કાઉન્સિલિંગ કરે છે),મહેશભાઈ હરિજન,રીંકુબેન હરિજન જાતે મધ્યપ્રદેશ જઈ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.આ સમયે અનેરી લાગણીના દ્રશ્યો સર્જાય હતા.
આશ્રમ દ્વારા અત્યાર સુધી 111 બહેનોને પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે. આ પ્રસંગે આશ્રમ ના પ્રમુખ અશોકભાઈ જૈન,અને ટ્રસ્ટી ગણે રાકેશભાઈ,મહેશભાઈ ,રીંકુબેન અને ડૉ પ્રણવ શેલતનો ખુબ ખુબ આભાર માન્યો હતો. દિલીપ પુરોહિત. બાયડ