ચીન અને ઈરાન અમેરિકાની ચૂંટણી હેક કરવા માટે સક્રિય
અમેરિકામાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિદેશી દખલ વધી રહી હોવા અંગેનો ખુલાસો થયો છે
વોશિંગ્ટન, અમેરિકામાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિદેશી દખલ વધી રહી હોવાનો ખુલાસો થયો છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ, ફેસબુક અને ટિ્વટર પછી હવે માઈક્રોસોફ્ટ કંપનીએ પણ ચેતવણી આપી છે. રશિયા સાથે ચીન અને ઈરાનના હેકર પણ ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના કેમ્પેઈન સ્ટાફ, કન્સલ્ટેન્ટ અને થિંક ટેન્કને નિશાન બનાવી રહી છે. માઈક્રોસોફ્ટે ચીનના હેકર ટ્રમ્પ કેમ્પેઈનથી વધારે બીડેનની કેમ્પેઈનને નિશાન બનાવી રહ્યા છે. ઈરાન ટ્રમ્પની કેમ્પેઈનને હેક કરવાની કોશિશમાં છે. રશિયા બન્ને પાર્ટીઓને નિશાન બનાવી રહી છે.
ગત મહિને નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટરે કહ્યું હતું કે ચીન ઈચ્છે છે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બીડેન ૨૦૨૦ની ચૂંટણીમાં જીતે. જોકે માઈક્રોસોફ્ટે બીજીવાત એ જણાવી છે કે ચીનના હેકર બીડેનની કેમ્પેઈન ટીમના લોકોના ઈ-મેઈલને હેકર કરવાની કોશિશ કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટ મુજબ રશિયાની મિલિટ્રી ઈન્ટેલિજેન્સ યૂનિટ જીઆરયુ આ વખતે વધારે ગુપ્ત રસ્તો અપનાવી રહ્યું છે.તેનો હેતુ કેમ્પેઈન સાથે જોડાયેલા લોકોના ઈ-મેઈલ હેક કરી અને લીક કરવાનો છે. ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટનના કેમ્પેઈનના ઈમેઈલ હેક કરીને લીક કર્યા હતા. રશિયાના હેકર ટોર (એક સોફ્ટવેર)ના માધ્યમથી એટેક કરી રહ્યા છે. તેનાથી હેકરની ઓળખ સરળતાથી થતી નથી. ચીન અને ઈરાનના હેકરોની પણ દખલ છે, પરંતુ એટલી નથી જેટલી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેની પાર્ટીના લોકો જણાવી રહ્યા છે. માઈક્રોસોફ્ટની ચેતવણી પછી બીડેન કેમ્પેઈને નિશાન બનાવ્યા છે.
બીડેનના લાંબા સમય સુધી ફોરેન પોલિસી એડવાઈઝર એન્ટની જે બ્લિંકને કહ્યું હતું કે ચીન ટ્રમ્પને ફરી એક વાર ટ્રમ્પને ચૂંટણી જીતાડવા ઈચ્છે છે. તેની પાછળ મોટું સ્પષ્ટ કારણ છે. ટ્રમ્પે ચીનની ઘણી રીતે મદદ કરી છે. તેણે અમેરિકાના સહયોગીઓને નબળા કર્યા છે. વિશ્વમાં એવી જગ્યાઓને ખાલી છોડી જેને ચીન ભરી શકે. હોંગકોંગ અને શિનજિયાંગમાં માનવાધિકારનું હનન થયું તેને માન્યતા આપી. તેમણે કહ્યું કે ટ્રમ્પ પોતે માને છે કે તેઓ કોવિડ-૧૯ની ગંભીરતા જાણતા હોવા છતાં ખોટું બોલ્યા હતા. આ બધું ચીનને લાભ પહોંચાડવા માટે કરાયું હતું. માઈક્રોસોફ્ટ મુજબ ઈરાનના હેકર પણ ચૂંટણીને પ્રભાવિત કરવામાં લાગેલા છે. તેમનો ટાર્ગેટ ટ્રમ્પ કેમ્પેઈનના લોકો છે. માઈક્રોસોફ્ટ મુજબ તેઓએ ઈરાનના હેકર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ૧૫૫ વેબ ડોમિન કબજે કરી લીધા છે. મે અને જૂનથી ઈરાનના હેકર ટ્રમ્પ સરકારના અધિકારીઓના ઈ-મેઈલ એકાઉન્ટને હેક કરવાની કોશિશ કરી રહ્યા છે. જોકે તેઓને હજુ સફળતા મળી નથી.SSS