ડીસ્ટ્રીક રાઈફલ એસોસિએશનના ૫ શૂટરોએ ભરૂચનું નામ રોશન કર્યું
૫૫મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપ માં ૧૨ મેડલ મેળવી ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ એસોસિએશનના ૫ શૂટરોએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું
(વિરલ રાણા, ભરૂચ) ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન દ્વારા ઓયોજીત ૫૫મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપ માં કુલ ૧૨ મેડલ મેળવી ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ એસોસિએશનના ૫ શૂટરોએ ભરૂચ જીલ્લાનું નામ રોશન કરેલ છે.
અમદાવાદ ખાતે તારીખ ૬ થી ૧૬ મી જુલાઈના રોજ યોજાયેલ ૫૫મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપ માં જે રાજ્યકક્ષા ની ટુર્નામેન્ટ યોજાઈ ગઈ જેમાં સમગ્ર રાજ્ય માંથી ૧૨૦૦ થી વધુ શૂટરોએ ભાગ લીધો હતો.જેમાં આત્મીય હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની ખુશી ભરતભાઈ ચુડાસમા એ ૦.૨૨ સ્પોર્ટસ રાઈફલમાં ૩ પોઝિશન અને પ્રોન પોઝિશન માં ૧ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ તેમજ ઓપન સાઈટ એર રાઈફલ પર ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેળવેલ છે.
જ્યારે ૦.૨૨ ઓપન સાઈટ સ્ટાન્ડર્ડ રાઈફલ પર સંસ્કાર વિદ્યાભવન સ્કૂલના વિદ્યાર્થી સુજલ સપનકુમાર શાહે ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ,ઓપન સાઈટ એર રાઈફલ પર નાસિક ભોંસલા મિલિટરી સ્કૂલમાં અભ્યાસ કરતા ધનવીર હિરેનભાઈ રાઠોડે ૧ બ્રોન્ઝ મેડલ,તન્વી ધર્મેશભાઈ જોધાણી એ ૦.૧૭૭ એર પિસ્તોલ આઈ.એસ.એસ.એફ વુમન કેટેગરીમાં ઈવેન્ટમાં ૧ સિલ્વર મેડલ,પૃથ્વીરાજસિંહ પ્રદીપસિંહ રણા એ ૦.૨૨ ફ્રી રાઈફલ ની ૫૦ મીટર ૩ પોઝિશમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.
મેડલ મેળવેલ તમામ શૂટર સહિત દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી અધ્યયન અશોક ચૌધરી અને એ.બી.પી.એસ સ્કૂલના વિદ્યાર્થી પાર્થસિંહ ક્રિષ્નપ્રતાપસિંહ રાજાવતે પ્રિ નેશનલ માટે ક્વોલિફાઈ થયા છે.આમ ભરૂચના શૂટરોએ રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
રાજ્યમાં કક્ષાએ મેડલ મેળવનાર ભરૂચ જીલ્લાના દરેક શૂટરોને ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઈફ્લ એસોસિએશન ના પ્રમુખ અરુણસિંહ રણાએ આશ્વાસન આપી અભિનંદન પાઠવ્યા છે.આ સાથે અરુણસિંહ રણા ના પ્રમુખ પદ હેઠળ ભરૂચ ડિસ્ટ્રીકટ રાઈફલ એસોસિએશન સમગ્ર ભરૂચ જીલ્લામાં શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલ છે.
ડિસ્ટ્રીક રાઈફલ એસોસિએશનના સેક્રેટરી અજયભાઈ પંચાલ તેમજ કોચ મિત્તલ ગોહિલે અને ભરૂચ જીલ્લા રાઈફલ શૂટિંગ એસોસિએશન અને ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર ના સાથ અને સહકાર થી જીલ્લાની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું છે.સંખ્યા ની દ્રષ્ટિએ ઓછા શૂટર ધરાવતા ભરૂચ જીલ્લા રાઈફલ એસોસિએશન ના આ શૂટરોએ રાજ્ય કક્ષાએ ૧૨ મેડલ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે.