Western Times News

Gujarati News

નર્મદા ડેમની જળસપાટી સતત વધતા દરવાજા ખોલાયા

ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી ડેમમાં પાણીની સપાટી ૧ર૧.૯૮ મીટરે પહોંચી

(પ્રતિનિધિ) અમદાવાદ : દેશના મધ્ય ભાગમાં લાંબી રાહ જાવરાવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના અનેક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડતા પીવાના પાણીની સમસ્યા હળવી બની છે આ ઉપરાંત ઉભા પાકને પણ જીવતદાન મળ્યું છે.

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પણ પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહયો છે આજે સવારે નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧ર૧.૯૮ મીટરની આસપાસ પહોંચતા જ આઠ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે જેના પરિણામે કેનાલમાં પણ પાણીની આવક થવા લાગી છે.

ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં લાંબી રાહ જાવડાવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવાનો શરૂ થયો છે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ પડતા જ સ્થાનિક નાગરિકો ખુશખુશાલ થઈ ગયા છે ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જાવા મળી રહયો છે

આ ઉપરાંત તા.ર૭મી અને ર૮મીએ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે વરસાદી માહોલના પગલે ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થવા લાગી છે. સૌરાષ્ટ્રની કેટલીક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ નવા પાણીની આવક થઈ છે ડેમના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમમાં સતત જળસ્તર વધી રહયું છે

જેના પગલે આજે સવારે નર્મદા ડેમના ૮ દરવાજા ર મીટર સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળસપાટી સતત વધીને ૧ર૧.૯૮ મીટરે પહોંચી ગઈ છે અને હજુ પણ તેમાં સતત વધારો થઈ રહયો છે. નર્મદા ડેમના વીજ મથકોના તમામ યુનિટો ચાલુ કરી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.