એફલ (ઈન્ડિયા)નો IPO શેરદીઠ રૂ. 740 – રૂ. 745ની પ્રાઈસ બેન્ડ સાથે 29 જુલાઈ, 2019ના રોજ ખૂલશે
અમદાવાદ, 25 જુલાઈ, 2019: એફલ (ઈન્ડિયા) લિમિટેડ (અમારી “કંપની”)ના ઈક્વિટી શેરોની પબ્લિક ઓફર. એફલ હોલ્ડિંગ્સ પ્રા. લિ. દ્વારા રૂ. 900 મિલિયન સુધી એકત્રિત અમારી કંપની દ્વારા 4,953,020 સુધી ઈક્વિટી શેરોના વેચાણ માટેની ઓફર. ઓફરમાં અમારી કંપનીની ઓફર- પશ્ચાત પેઈડ- અપ ઈક્વિટી શેરમૂડીનો સમાવેશ રહેશે.
ઓફર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈશ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ) નિયમન 2009ના (“સેબી આઈસીડીઆર નિયમન”) નિયમન 41 સાથે વાંચતાં સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમ 1957 (“એસસીઆરઆર”)ના નિયમ 19 (2) (બી)ના નિયમની દષ્ટિએ કરવામાં આવી છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનની નિયમન 26 (2) અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા થકી કરવામાં આવી છે, જેમાં ઓફરના કમસેકમ 75 ટકા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“ક્યુઆઈબીઝ”)ને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે. અમારી કંપની અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડરો બીઆરએલએમ સાથે સલાહમસલત કરીને પોતાના વિવેકાધિકારને આધારે એન્કર ઈન્વેસ્ટર ફાળવણી ભાવે એન્કર રોકાણકારોને ક્યુઆઈબી હિસ્સામાંથી 60 ટકા સુધી ફાળવણી કરી શકે છે, જેમાંથી કમસેકમ એક તૃતીયાંશ ઘરઆંગણાનાં મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, જે એન્કર ઈન્વેસ્ટર ફાળવણી ભાવે અથવા તેથી વધુએ ઘરઆંગણાનાં મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી પ્રાપ્ત પ્રમાણિત બિડ્સને આધીન રહેશે.
ઉપરાંત ઓફરના 15 ટકાથી વધુ બિન- સંસ્થાકીય બિડરોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ કરાશે નહીં અને ઓફરના 10 ટકાથી વધુ રિટેઈલ વ્યક્તિગત બિડરોને ફાળવણી માટે ઉપલબ્ધ નહીં કરાશે.