Western Times News

Gujarati News

HDFC બેંક નાના વેપારીઓને બેંકિંગની સેવા પૂરી પાડશે

 જયપુર (રાજસ્થાન), 25 જુલાઈ, 2019: સીએઆઇટીના તમામ સભ્યોને બેંકિંગના ઉત્પાદનો અને સેવાઓની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવા માટે એચડીએફસી બેંકએ આજે સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડ અને કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) સાથે એમઓયુ કર્યા છે. 6 કરોડ સભ્યો ધરાવતી સીએઆઇટી ભારતમાં નાના વેપારીઓ અને વ્યવસાયોની હિમાયત કરનારી અગ્રણી સંસ્થા છે. જમીની સ્તરની આ પ્રકારની પહેલવહેલી પહેલને પરિણામે ગ્રામ્ય અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન આવશે તથા દેશના સુદૂરસ્થ વિસ્તારોમાં સક્રિય નાના વેપારીઓને ઘણો ફાયદો થશે.

એચડીએફસી બેંક ચાલુ ખાતાના સંચાલન તથા ડિજીટાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને ડિજીટલ ઇન્ડિયા ઉદ્દેશ્યોને અનુરૂપ રહી રોકડમાં થતાં વ્યવહારોને ઘટાડવા માટે ભારત ક્યૂઆર કૉડ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડશે. સીએઆઇટીના સભ્યો સરળતાથી સ્મોલ બિઝનેસ ફાઇનાન્સનો લાભ ઉઠાવી શકે તે માટે બેંક હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલ સ્મોલ બિઝનેસ મની બૅક ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પ્રદાન કરશે.

એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ એન્ડ ઈ-કૉમર્સના હેડ સુશ્રી સ્મિતા ભગત, સીએસસીના સીઇઓ શ્રી દિનેશકુમાર ત્યાગી અને કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના નેશનલ સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલ વચ્ચે જયપુર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

આ સહભાગીદારી અંગે વાત કરતાં ભગતે જણાવ્યું હતું કે, ‘આ પહેલમાં સહભાગી બનીને અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે, આ પહેલ નાના વેપારીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. ઉદ્યોગસાહસિકો અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આ એમઓયુ તેમને વ્યવસાય માટે ધિરાણ અને તેમને સમૃદ્ધ બનાવનારા બેંકિંગ ઉત્પાદનો સરળતાથી પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત આ પહેલ સમાજના તળિયાના વર્ગમાં આર્થિક સાક્ષરતા, આર્થિક સમાવેશન અને આવકના સર્જનના કૌશલ્યો ફેલાવવા સાથે સંબંધિત અમારા હાલમાં ચાલી રહેલા સામાજિક કાર્યક્રમોને પણ ઘણી અનુરૂપ છે.

પોતાના 1 લાખથી પણ વધુ વીએલઈના નેટવર્ક મારફતે બેંકિંગ અને નાણાકીય સેવાઓને દેશના સુદૂરના વિસ્તારમાં વસતા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે એચડીએફસી બેંકએ સીએસસી એસપીવી સાથે પણ હાથ મિલાવ્યાં છે. 30થી વધુ રાજ્યોમાં ઉપસ્થિત એચડીએફસી બેંકના બ્રાન્ચ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા વીએલઈને સહાય પૂરી પાડવામાં આવશે. આ વ્યવસ્થા હેઠળ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને બેંકિંગની ઔપચારિક સેવાઓથી વંચિત લાખો લોકોને બેંકિંગ સેવા ઉપલબ્ધ કરાવવાની કલ્પના કરવામાં આવી છે.

સીએસસી એસપીવી એ ભારત સરકારના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (એમઇઆઇટીવાય) દ્વારા તૈયાર કરવામાં આવેલ એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) છે. વિવિધ ગવર્મેન્ટ ટુ સિટિઝન (જી2સી) અને અન્ય બિઝનેસ ટુ સિટિઝન (બી2સી) સેવાઓ પૂરી પાડવા માટે તેની આસિસ્ટેડ ફ્રન્ટ-એન્ડ આઇસીટી-અનેબલ્ડ સેન્ટરો તરીકે કલ્પના કરવામાં આવી છે. તેનું સંચાલન અને વ્યવસ્થાપન સ્થાનિક કૌશલ્યવાન ઉદ્યોગસાહસિકો એટલે કે, વીએલઈ દ્વારા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.