બિગ બોસ ૧૪ની સીઝન ૩ ઓક્ટોમ્બરથી શરૂ થશે
મુંબઈ: બિગ બોસના ક્રેઝી ફેન્સ કે જેઓ શોની ૧૪મી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત હવે આવી ગયો છે. સૌથી વધારે જોવાતો વિવાદાસ્પદ રિયાલિટી શો હાઈ-ડોઝ ડ્રામા સાથે ફરી એકવાર દર્શકોને મનોરંજન પીરસવા માટે તૈયાર છે. શોના મેકર્સે પ્રોમો લોન્ચ કર્યો છે, જેમાં હોસ્ટ સલમાન ખાન જોવા મળી રહ્યો છે. પ્રોમામાં શોના ગ્રાન્ડ પ્રીમિયરની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જે ૩ ઓક્ટોબર, ૨૦૨૦ એટલે શનિવારે ૯ વાગ્યે શરુ થશે. વીડિયોમાં હોસ્ટ સલમાન ખાનના હાથ અને પગ સાંકળથી બાંધેલા જોવા મળી રહ્યા છે. તેણે મોં પર માસ્ક પણ પહેર્યું છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, ‘કંટાળો થશે ચકનાચૂર, ટેન્શન જતું રહેશે,
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
સ્ટ્રેસનું વાગશે બેન્ડ, હવે સીન પલટાશે કારણ કે બિગ બોસ આપશે ૨૦૨૦ને જવાબ.આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ૨૦૨૦ની દરેક સમસ્યાને ચકનાચૂર કરવા માટે આવી ગયું છે. સીઝનના કન્ટેસ્ટન્ટની વાત કરીએ તો, નિયા શર્મા, વિવિયન ડિસેના નમિષ તનેજા, ઝૈન ઈમામ, આમિર અલી, આકાંક્ષા પુરીના નામની ચર્ચા થઈ રહી છે. જો કે, આ તમામે આ ન્યૂઝને અફવા ગણાવીને ફગાવી દીધા હતા.
બીજી તરફ, જાસ્મીન ભસીન, પવિત્રા પુણ્યા, રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા, એજાઝ ખાન, નૈના સિંહ, પંજાબી એક્ટ્રેસ સારા ગુરપાલના નામ કન્ફર્મ થયા છે અને તેઓ બિગ બોસ ૧૪ના ઘરમાં કેદ થશે તે નક્કી છે. રિયાલિટી શો સપ્ટેમ્બર મહિનામાં જ ઓન એર થવાનો હતો. પરંતુ મહામારીના કારણે તેની લોન્ચ ડેટ એક મહિના પાછળ કરવામાં આવી છે. કન્ટેસ્ટન્ટને હાલ અલગ-અલગ હોટેલમાં ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. તેમનો કોવિડ ટેસ્ટ કર્યા બાદ જ તેમને બિગ બોસ ૧૪ના ઘરમાં જવાની મંજૂરી આપવામાં આવશે.