ઋષિ કપૂરની દીકરીએ ૪૦મો બર્થડે સેલિબ્રેટ કર્યો
મુંબઈ: ઋષિ કપૂર અને નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે પોતાનો ૪૦મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. જોકે, ઋષિ કપૂર હવે દીકરીને વિશ કરવા માટે તેમની વચ્ચે નથી રહ્યા. જોકે, રિદ્ધિમાની મોમ નીતૂ કપૂર, આલિયા અને રણબીરે તેના બર્થડેને સ્પેશિયલ બનાવવા જોરદાર સરપ્રાઈઝ આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બર્થ ડેની આગલી સાંજે એટલે કે ૧૪ સપ્ટેમ્બરે રિદ્ધિમાએ પરિવારના સભ્યો સાથે સેલિબ્રેટ કર્યો હતો. હાલ રિદ્ધિમા નીતૂ કપૂર સાથે મુંબઈમાં છે.
આ સિવાય રિદ્ધિમાનો બર્થ ડે ખાસ બનાવવા માટે તેના પરિવારે એક વીડિયો તૈયાર કર્યો હતો. જેમાં નીતૂ કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, આદર જૈન, અરમાન જૈન, અનિસા, રિદ્ધિમાનો પતિ ભરત સહાની સહિતના પરિવારના સભ્યો અને ફ્રેન્ડ્સ ‘આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં રણબીર અને આલિયા ડાન્સ કરતા ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે.
બંનેની જોડી જોરદાર લાગી રહી છે. રિદ્ધિમાએ વીડિયો શેર કરીને લખ્યું બેસ્ટ બર્થડે સરપ્રાઈઝ. તમારા બધાંનો આભાર. રિદ્ધિમાની બર્થ ડે પાર્ટીની કેટલીક ખાસ તસવીરો કરિશ્મા કપૂરે પણ શેર કરી છે. કરિશ્માએ બે તસવીરો શેર કરી છે. આમ કપૂર પરિવારે ગઈકાલે મોડી રાત સુધી રિદ્ધિમાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે.