એન.એમ.સી બિલ સામે ભરૂચના તબીબોનો વિરોધ
(પ્રતિનિધિ) ભરૂચ, લોકસભા માં પસાર કરાયેલ મેડિકલ બિલ ની ભરૂચ ના ડોકટરો એ હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાયે સમય થી ડોકટરો નેશનલ મેડિકલ કમીશન બિલ નો વિરોધ કરી રહ્યા હોવા છતાં આ બિલ ને લોકસભા માંથી પસાર કરવામાં આવતા ભરૂચ સહીત સમગ્ર રાષ્ટ્ર ના ડોકટરો માં તે સામે પુનઃ તબીબી આલ માં આક્રોશ ફાટી નીકળ્યો છે.ભરૂચ ના આર.કે કાસ્ટા ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન ભરૂચ યુનિટ દ્વારા એન. એમ.એન.સી બિલ ૨૦૧૯ નો વિરોધ કરી એન.એમ.સી માં નોમિનેટ સભ્યો માં ડોક્ટર્સ નો વધુ સમાવેશ કરવા,મેડિકલ કોલેજ ના એડમીશન સહીત પેરામેડિકલ સ્ટાફ ની નિયુક્તિ માટે ની જોગવાઈઓ માં સંશોધન કરવાની માંગણી કરવામાં આવી હતી. ભરૂચ ના ડોકટરો એ એન.એમ.સી સામે તેઓ ના વિરોધ વ્યક્ત કરતા એકત્રિત થઈ એન.એમ.સી બિલ ની હોળી કરી હતી. ડોકટરો ની એન.એમ.સી બિલ સામે ની લડત આગામી દિવસો માં કેવા રૂપ ધારણ કરે છે અને સરકાર દ્વારા તેઓ ની માંગણી ને કેટલી અંશે સ્વીકારવામાં આવે છે તે જોવું રહ્યું.*