Western Times News

Gujarati News

હિંમતનગરના ગઢોડા ગામ નજીક શ્રમિક મહિલા પર ગેંગ રેપ ઃ જીલ્લા એલસીબીએ ૨ આરોપીને દબોચ્યા ત્રણ આરોપીઓને ઝડપી પાડવા મોડાસામા કોમ્બિંગ

(પ્રતિનિધિ) મોડાસા, હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ખેતરમાં ખેતમજુર તરીકે જીવન નિર્વાહ ચલાવતા આદિવાસી પરિવાર પાસે શનિવારે પરોઢિયે ઝાયલો કારમાં ૫ શખ્શો પહોંચી કાર બગડી હોવાનું જણાવી પાણી માંગ્યું હતું ઓરડીમાં રહેલી શ્રમજીવી મહિલાને જોઈ જતા પાણી માંગવાના બહાને આવેલા ૨ શખ્શો ઓરડીમાં ધસી જઈ શ્રમજીવી ખેડૂત અને તેના ૫ બાળકોને ઓરડીમાં એકબાજુ બેસાડી જાનથી મારી નાખવાનો ડર બતાવી ખેત મજુર મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ખેત મજૂરને માર મારી તમામને ઓરડીમાં પુરી પાંચે શખ્શો ફરાર થઈ ગયાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

૫ સંતાનોની માતાની જીંદગીને નર્ક બનાવનાર ગેંગરેપની જધન્ય ઘટનાની ગંભીરતાના પગલે જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકે જીલ્લા એલસીબી પોલીસ સહીત ૧૫ અલગ-અલગ ટિમો બનાવી સઘન તપાસ હાથધરી હતી દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાના જણાવ્યા અનુસાર ૫ શખ્શો સફેદ કારમાં આવ્યા હોવાની માહિતીના આધારે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓએ ગુન્હામાં વાપરેલી ઝાયલો કારની ઓળખ કરી લીધી હતી.

જીલ્લા એલસીબી પી.આઈ વી.આર.ચાવડા ને બાતમી મળી હતી કે સહકારી જીન પાસેથી ઝાયલો કાર પસાર થવાની હોવાથી ઝાયલો કાર ને ઝડપી પાડી ઝાયલો કારના માલિક રામાભાઇ અભાભાઇ વાદી (રહે,માલવણ તા.તલોદ) અને કારમાં રહેલા શાહરુખ ઉર્ફે બોડો યાકુબ મુલતાની (રહે,રાણાસૈયદ, મૂળ રહે,સંતરામપુર જી.મહીસાગર) ને દબોચી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા સમગ્ર ગેંગરેપનો પર્દાફાશ થયો હતો.

જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તા.૧૯/૦૭/૧૯ ના રોજ સાંજના સાત થી આઠના સમય ગાળામાં રામાભાઇ અભાભાઇ વાદીની મહિન્દ્રા જાયલો (ગાડી નંબર જીજે ૦૮ આર ૮૨૮૩) માં ૧) શાહરૂખ ઉર્ફે બોડો યાકુબભાઇ મુલ્તાની (રહે,રાણાસૈયદ,મોડાસા) ૨)તોફીક સફી શેરખા મુલ્તાની ૩) સીરાજ યુસુફ મુલ્તાની ૪) સાજીદ યુસુફ મુલ્તાની (તમામ ત્રણે,રહે. ચાંદટેકરી, મોડાસા) મીરાદાતાર ખાતે દર્શન માટે ગયા હતા રસ્તામાં જમીને પાંચેય જણા પરત હિંમતનગર આવી હિંમતનગરથી મોડાસા જતા રસ્તામાં કોઇક જગ્યાએ ઢોર ચોરી કરવાના ઇરાદે નીકળેલ અને ફરતા ફરતા રાત્રીના ગઢોડા ગામની સીમમાં આવેલ ત્યાં એક ખેતરની ઓરડી જણાતા તે ઓરડી ઉપર ઢોર બાંધેલ હશે તેમ માંની ગાડીમાંથી ઉતરી પાંચેય જણા તે ઓરડી નજીક ગયેલા તો ત્યાં ઓરડીની બહાર ખેતરમાં પહોંચી શ્રમજીવી પરિવાર પાસે પાણી માંગતા પાણી આપવા શ્રમજીવી મહિલાને જોઈ દાનત બગડતા બે નરાધમોએ શ્રમજીવી પરિવારને ઓરડીમાં પુરી દઈ ૧) શાહરુખ ઉર્ફે બોડો યાકુબભાઇ મુલ્તાની તથા ૨) તોફીક સફી શેરખા મુલ્તાની ઓરડીમાં જઈ શ્રમજીવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવાર સામે બંને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.

બંને આરોપીઓ દુષ્કર્મ આચરતા હતા ત્યારે રામાભાઇ અભાભાઇ વાદી ઓરડીના દરવાજા પાસે ઉભો રહેલ તેમજ સીરાજ યુસુફ મુલ્તાની રહે.ચાંદટેકરી, મોડાસા તથા સાજીદ યુસુફ મુલ્તાની રહે. ચાંદટેકરી, મોડાસા નાઓ ઓરડીની નજીકમાં ઉભા રહ્યા હતા બંને આરોપીઓ દુષ્કર્મ આચરી ઓરડી બહાર નીકળી શ્રમજીવી પરિવારને ઓરડીમાં પુરી દઈ રફુચક્કર થઈ ગયા હતા અને ત્યાંથી ઝાયલો કારમાં બેસી રફુચક્કર થઇ ગયા હતા ઝડપાયેલા બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ દુષ્કર્મના કેશમાં ફરાર (૧) તોફીક સફી શેરખા મુલ્તાની (૨) સીરાજ યુસુફ મુલ્તાની (૩) સાજીદ યુસુફ મુલ્તાની (તમામ રહે,ચાંદટેકરી, મોડાસા) ને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા. સાબરકાંઠા એલસીબી પોલીસની ત્રણ ટીમોએ અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સાથે મળી પશુ તસ્કરી અને ગૌમોસ માટે અને ગેરકાયદેસર કતલખાના ચલાવતા કુખ્યાત વિસ્તાર એવા મોડાસાના રાણાસૈયદ અને ચાંદટેકરી વિસ્તારમાં કોમ્બિંગ હાથધર્યું હતું પરંતુ ગેંગરેપના આરોપીઓ ફરાર થઈ જતા પોલીસ પકડથી બચી ગયા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.