Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ ટ્રંપની હાજરીમાં યુએઇ અને બહરીને ઇઝરાયેલ સાથે એતિહાસિક કરાર કર્યા

વોશિગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની હાજરીમાં લાંબા સમયથી ચાલી રહેલ દુશ્મની ભુલાવી સંબંધોને સામાન્ય કરવા માટે યુએઇ અને બહરીને ઇઝરાયેલથી એતિહાસક કરાર કર્યા છે આ કરાર દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ,યુએઇના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નહયાન અને બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલ્લા લતીફ બિન રાશિદ અલ જયાનીએ અબ્રાહમે સમજૂતિ પર સહી કરી હતી આ સમજૂતિથી અમેરિકાને ઇરાનની વિરૂઘ્ઘ અરબ દેશોની કડીમાં આ બે મુસ્લિમ દેશોને સાથે લાવવામાં સફળતા મળી છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

આ સમજૂતિ બાદ યુએઇ અને બહેરીન અરબ રાષ્ટ્રોના ત્રીજાે અને ચોથો દેશ થઇ ગયા છે આ પહેલા ૧૯૭૯માં મિસ્ત્ર અને ૧૯૯૪માં જાેર્ડનથી શાંતિ સમૂજિત પર હસી કરી હતી ફોકસ ન્યુઝથી વાતચીત કરતા ટ્રંપે કહ્યું કે આશા છે કે અનેક અન્ય અરબ દેશ સંબંધોને સામાન્ય કરવા માટે ઇઝરાયેલથી સમજૂતિ કરશે સંભવત ફિલીસ્તાની પણ આ કડીમાં સામેલ થઇ શકે છે અથવા તો હાંસિયા પર ચાલ્યું જશે માનવામાં આવે છે કે આ સમજૂતિથી ટ્રંપ ઇરાન પર દબાણ બનાવી શકે છે.

યુએઇએ પોતાની આપને એક દેશ તરીકે ઉભો કર્યો છે સૈન્ય શક્તિ છે જયાં વ્યાપાર કરી શકાય અને અને જે પર્યટકો માટે ફરવાનું પસંદગીનું સ્થળ છે. આ ઉપરાંત યુએઇને અમેરિકાથી એક ૩૫ જંગી વિમાન અને ઇએ ૧૮ ઇલેકટ્રોનિક વારફેયર વિમાન મળી શકશે. યુએઇએ લીબિયા અને યમનમાં પોતાની સેનાનો ઉપયોગ કર્યો છે બહેરીન અને યુઇએએ પહેલા કયારેય ઇઝરાયેલથી સંબંધ જાેડયો નથી જાે કે હવે તેને ટેકનીકલ મામલામાં અગ્રણી ઇઝરાયેલની સાથે વ્યાપારની આશા છે ઇઝરાયેલના લોકોને પણ રજા મનાવવા માટે ખાડીના મરૂસ્થળ સમુદ્ર કિનારો અને મોલ મળી જશે આ તમામ દેશો માટે આ એક સારી વ્યાપારિક તક પણ છે.

માનવામાં આવે છે કે આ સમજૂતિથી ટ્રંપ ઇરાન પર દબાણ બનાવી શકે છે ચુંટણી વાતાવરણમાં તે પ્રચાર કરી શકશે તે દુનિયાના સારા માટે મધ્યસ્થ છે ઇઝરાયેલની બેંજામિન નેતત્યાહૂ સરકારમ ાટે તે કાંઇ પણ સારૂ કરશે તો અમેરિકામાં અમેરિકી ઇસાઇ મતદારોને પસંદ આવશે આ સમજૂતિને ટ્રંપ સરકાર આ વિદેશ નીતિની સફળતા તરીકે રજુ કરશે.

17આ સમજૂતિ બાદ ઇઝરાયેલ અરબ દેશોને એ વિશ્વાસ અપાવવામાં સફળ થશે કે તેની પાસે ઇઝરાયેલને માન્યતા આપવા સિવાય કોઇ અન્ય વિકલ્પ નથી. આમ પણ મધ્ય પૂર્વ વિસ્તારમાં ઇઝરાયેલ અલગ થલગ રહેવા માંગતુ નથી મિસ્ત્ર અને જાેર્ડનની સાથે પણ તેના કયારેય સારા સંબંધ રહ્યાં નથી આ સાથે જ ઇરાનની વિરૂધ્ધ તેને શક્તિ એકત્રિત કરવામાં સફળતા રહેશે.

રણનીતિકાર તરીકે ઇઝરાયેલના એરબેસ ઇરાનથી ખુબ દુર છે પરંતુ યુઇઇ તો ખાડીની તે પાર જ છે આવામાં જાે ઇરાનના પરમાણુ સ્થળો પર હવાઇ હુમલા કરવાની વાત આવે તો ઇઝરાયેલ અમેરિતા તહેરાન યુએઇની પાસે હવે નવા અનેક વિકલ્પ હશે આ સમજૂતિ કરાવવામાં રાષ્ટ્રપતિના સલાહકાર અને જમાઇ જૈરેડ કુશનરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છ ેયુએઇ અને બહેરીનના નેતાઓથી ફોન પર વાત કર્યા બાદ ટ્રંપે ખુદ સમજૂતિની જાહેરાત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.