Western Times News

Gujarati News

કેટલાક લોકોને કારણે આખી ઇડન્સ્ટ્રીઝ બદનામ ન કરાય: માલિની

મુંબઇ, બોલીવુડ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું છે કે બોલીવુડનું સમ્માન હંમેશા ઉચુ રહેશે અને કોઇ પણ ડ્રગસ કે નેપોટિઝમનો આરોપ લગાવી નીચે લાવી શકાશે નહીં તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો બચાવ કરપતા કહ્યું કે મને નામ સમ્માન પ્રસિધ્ધિ તમામ આ ઇનડ્‌સ્ટ્રીઝથી મળી છે આવા આરોપ લગાવવા હકીકતમાં દુખ છે. બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રગ્સના આરોપોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરવાનો પ્રયાસ કહ્યો હતો. સપાના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને એકટર અભિનેતા રવિકિશનના સામવારે સંસદમાં આપેલ નિવેદન પર નિશાન સાધ્યું હતું. અને કહ્યું હતું કે સોશલ મીડિયા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરવામાં આવી રહી છે.

રાજનીતિમાં જયા બચ્ચનના વિરોધી હેમા માલિનીએ તેમને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે હું લોકોને બતાવવા માંગુ છું કે બોલીવુડ એક સારી જગ્યા,એક રચનાત્મક દુનિયા એક કલા અને સાંસ્કૃતિક ઉદ્યોગ છે.મને ખુબ દુખ થાય છે જયારે મારે સાંભળવું પડે છે કે લોકો તેની બાબતમાં ખોટું બોલી રહ્યાં છે. જેમ કે ડ્રગ્સના આરોપ આ કયાં કયાંય હોતું નથી પરંતુ જાે કોઇ કલંકિત છે તો તમે તેને ધોઇ નાખો છે અને તે ચાલ્યો જાય છે બોલીવુડ પર લગાવવામાં આવેલ કલંક પણ ધોવાઇને ચાલ્યો જશે તેમણે કહ્યું કે અનેક મહાન કલાકાર થયા છે સિનેમાના સિતારા માણસના શરીરમાં ભગવાનનો અવતાર છે લોકો આશ્ચર્ય કરે છે કે તે કલાકા હતાં કે ભગવાન. રાજકપુર,દેવ આનંદ,ધર્મેન્દ્ર અમિતજી આ બોલીવુડના ઉદાહરણ છે.HS

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.