ઉત્તરપ્રદેશમાં વિજળી પડવાથી ૨૮ લોકોના મોત: મુખ્યમંત્રીએ શોક વ્યકત કર્યો
લખનૌ, ઉત્તરપ્રદેશના પૂર્વાચલમાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ થયો હતો આ દરમિયાન વિજળી પડવાથી ૨૮ લોકોના મોત થયા છે ગાજીપુરમાં પાંચ,બલિયા સોનભદ્રમાં ચાર ચાર,કૌશાંબીમાં ત્રણ ચિત્રકુટ,વારાણસી જાૈનપુર ચંદૌલીમાં બે બે અને પ્રતાપગઢ કુશીનગર ગોરખપુર દેવરિયામાં એક એક વ્યક્તિના વિજળી પડવાથી મોત નિપજયા છે. આ ઉપરાંત અનેક અન્ય લોકો આકાશીય આફતથી દાઝી ગયા બાદ હોસ્પિટલમાં ભરતી છે અને પશુઓ પણ દાઝી ગયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિજળી પડવાથી થયેલ જાનહાની પર શોક વ્યકત કર્યો હતો આ સાથે જીલ્લાધિકારીઓને પીડિત પરિવારોને તાકિદે ચાર ચાર લાખ રૂપિયાની સહાયતા પહોંચાડવા અને ઇજા પામેલાઓને યોગ્ય સારવાર કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
મળતી માહિતી અનુસાર કૌશાંબીના મહગાંવ નિવાસી શંકરલાલની પત્ની સરલા દેવી પુત્ર આંચલ આઠ,સંજના ૧૧ અને વંદના ૧૧ની સાથે પાકની સિંચાઇ કરી રહી હતી ત્યારે વિજળી પડતાં માતા પુત્રીઓ દાઝી ગયા હતાં અને આંચલ અને સંજનાએ અંતિમ શ્વાસ લીધા હતાં જયારે સરલા અને વંદનાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે જયારે જુનૈદપુર નિવાસ રાજનકરણ ૧૭ વર્ષનું બકરી ચરાવતા વિજળી પડતા મોત નિપજયું હતું પ્રતાપગઢના કુંડા હથિગવાંમાં ઘરની બહાર જ વિજળી પડતાં કિશોરી શિવાનીનું મોત થયું હતું.
આ ઉપરાંત ગાજીપુરના ખાંવપુર ચિતૌરા ગામના ભૈરોસિંહ યાદવ,નિઝામપુર ગામના મનીષા યાદવ,ઝફરપુર ગામના પ્રદીપ, મોધિયા નિવાસી આઝાદ રાજભર અને કલીમુલ્લાહપુર ગામની ગુલાબી દેવીનું વિજળી પડતા મોત નિપજયું હતું. આ ઉપરાંત અનેક અન્ય લોકો આકાશીય આફતથી દાઝી ગયા બાદ હોસ્પિટલમાં ભરતી છે અને પશુઓ પણ દાઝી ગયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.HS