ગુજરાતમાં એક વર્ષમાં ૬૫ કસ્ટોડિયલ ડેથ થયા
અમદાવાદ, ગુજરાતમાં પહેલી એપ્રિલ ૨૦૧૯થી ૩૧મી માર્ચ ૨૦૨૦ના એક વર્ષના અરસામાં કસ્ટોડિયલ ડેથની કુલ ૬૫ ઘટનાઓ બની છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસેથી આ સત્તાવાર માહિતી મંગળવારે સામે આવી છે.ગુજરાતમાં જે કુલ ૬૫ ઘટના બની છે તેમાં પોલીસ કસ્ટડીમાં ૧૨નાં મોત થયા છે તો જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ ૫૩ના મોત થયાં છે. દેશમાં કુલ પોલીસ કસ્ટડીમાં ૧૧૩ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ૧,૫૮૪ મૃત્યુ થયા છે.આમ દેશમાં કસ્ટોડિયલ ડેથની કુલ ૧,૬૯૭ ઘટના બની છે. દેશમાં ૧૧૨ના એન્કાઉન્ટર થયા છે, ગુજરાતમાં એક પણ ઘટના બની નથી.