ઈન્ડસ્ટ્રી આટલી ખરાબ છે તો છોડી કેમ નથી દેતી ?
મુંબઈ: લોકપ્રિય ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીને તાજેતરમાં જયા બચ્ચનને સપોર્ટ આપવા માટે ટ્રોલ કરવામાં આવી હતી. કામ્યા પહેલા દિવસથી સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ કરી રહી છે. પરંતુ જ્યારે જયા બચ્ચને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો મનોરંજન ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમણે જે થાળીમાં ખાધું તેમાં જ કાળું કરી રહ્યા છે. આ સાથે, કામ્યાએ કંગના રાનૌત પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે તે વિક્ટિમ કાર્ડ રમે છે.
અહેવાલ પ્રમાણે કામ્યા પંજાબીએ ગુસ્સો કાઢતા કંગનાને કહ્યું, ‘સુશાંતનું મરણ થયું ત્યારે તમે ક્યાં હતા? હવે અચાનક તમે તમારી સાથે થયેલી બધી ખોટી બાબતો પર બોલી રહ્યા છો. કેટલાક લોકો સાથેનો તમારો અનુભવ યોગ્ય નથી,
તો તેના માટે તમે આખી ઈન્ડસ્ટ્રીઝને દોષી ઠેરવી રહ્યા છો. તેને બદનામ કરી રહ્યા છો. તમે ફિલ્મ ઉદ્યોગને ‘ગટર’ નહીં કહી શકો. હું તેની વિરુદ્ધ બોલીશ. તેમણે વધુમાં કહ્યું, જો વસ્તુઓ ખૂબ જ ખરાબ હોય તો તમે આ ઉદ્યોગને કેમ છોડો દેતા નથી? સામાન્ય લોકો ઘેટાંને અનુસરે છે.
ધ્યાન હવે સુશાંતથી હટીને બીજી વસ્તુઓ તરફ વળ્યું છે. લોકોને હવે જાગવાની જરૂર છે. કામ્યાએ વધુમાં પોતાની જાતને ટ્રોલ થવાની વાત કરી અને કહ્યું કે તેને ટ્રોલ્સની કોઈ ફરક પડતો નથી. પરંતુ હવે લોકોનું મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ફરી રહ્યું છે.
તેણે કહ્યું, ‘લોકો હવે મુખ્ય મુદ્દાને ભૂલી ગયા છે. પબ્લિક હવે પાગલ થઈ ગઈ છે. જેમ ફેરવવામાં આવે છે તેમ ફરી રહી છે. અનેક લોકો ઈંત્નેજંૈષ્ઠીર્કજિીજીઇ અભિયાનમાં જોડાયા હતા અને સુશાંત સાથે શું થયું તે જાણવા ઇચ્છતા. તે હતાશામાં હતો?
આમાં કંઈ ખોટું છે? છેવટે, સુશાંતને આવું પગલું ભરવાની ફરજ કેમ પડી? સુશાંતનો પરિવાર અને સામાન્ય લોકો પણ આ કેસમાં ન્યાય ઈચ્છી રહ્યા છે. પરંતુ ધીરે ધીરે નવા મુદ્દાઓ સામે આવવા લાગ્યા જે આ અભિયાનમાં જોડાયા અને ત્યારબાદ સુશાંતનો મુદ્દો એક બાજુ થઈ ગયો. કામ્યાના જણાવ્યા અનુસાર, તપાસ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક સાથે શરૂ થઈ હતી, જે પછી ઇડી અને સીબીઆઈ પાસે ગઈ હતી અને હવે બોલીવુડમાં ડ્રગ્સ મુખ્ય મુદ્દો બની ગયો છે. તેમણે કહ્યું કે હવે મુખ્ય મુદ્દો એ બની ગયો છે કે બોલીવુડમાં ડ્રગ કોણ લે છે. પણ સુશાંતનું શું થયું? ૧૫ કરોડ માટે ચાલતી તપાસનું શું? સુશાંતને ડ્રગ કોણ આપતું હતું? આ પછી કંગના રાનાઉતની શિવસેના સાથે ઘર્ષણ થયું અને બીએમસીએ તેની ઓફિસ તોડી નાખી.