કિસાન વિધેયકોને લઇને વિરોધ પક્ષો ભ્રમણા ફેલાવી રહ્યાં છે: વડાપ્રધાન
નવીદિલ્હી, લોકસભામાં પાસ થયેલ કૃષિથી જાેડાયેલ ત્રણેય વિધેયકો પર માર્ગથી લઇ સંસદ સુધી હંગામો જારી છે.ગુરૂવારે લોકસભામાંથી પાસ થયેલા કિસાન બિલો પર કિસાન અને વિરોધ પક્ષ સરકાર પર હુમલાખોર છે. એટલું જ નહીં ખુદ એનડીએના સાથી પક્ષ અકાલી દળે પણ આ બિલની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો છે અને પાર્ટીના એક માત્ર કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે રાજીનામુ આપી દીધુ છે. આ હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન બિલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ત્રણેય બિલોને કિસાનના હિતનું બતાવ્યું અને વિરોધપક્ષ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે સરકાર દ્વારા કિસાનોથી ધઉ અનાજ નહીં ખરીદવાની વાત પુરી રીતે ખોટી છે.
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે હવે આ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા કિસાનોને એમએસપીના લાભ આપવામાં આવશે નહીં આ પણ મનગઢંત વાતો કહેવામાં આવી રહી છે કિસાનોથી અનાજ ઘઉ વગેરેની ખરીદ સરકાર દ્વારા નહીં કરવામાં આવે તે બિલકુલ ખોટુ છે કિસાનોને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે અમારી સરકાર કિસાનોને એમએસપીના માધ્યમથી યોગ્ય મૂલ્ય અપાવવા માટે પ્રતિબધ્ધ છે. સરકારી ખરીજ પણ પહેલાની જેમ ચાલુ રહેશે.
વડાપ્રધાને કહ્યું કે આપણા અન્નદાતા કિસાનોને અનેક બંધનોથી મુકતિ અપાવશે તેમને આઝાદ કર્યા છે. આ સુધારાથી કિસાનોને પોતાની ઉપજ વેચવાના વધુ વિકલ્પો મળશે અને વધુ તક મળશે.ય તેમણે કહ્યું કે ચુંટણીના સમયે કિસાનોને લલચાવવા માટે આ મોટી મોટી વાતો કરતા હતાં લેખિતમાં કરતા હતાં પોતાના ધોષણા પત્રમાં નાખતા હતાં અને ચુંટણી બાદ ભુલી જતા હતાં અને આજે જયારે તે વસ્તુ એનડીએ સરકાર કરી રહી છે કિસાનોને સમર્પિત અમારી સરકાર કરી રહી છે તો અલગ અલગ પ્રકારના ભ્રમ ફેલાવવામાં આવી રહ્યાં છે.
મોદીએ કહ્યું કે કિસાન અને ગ્રાહકની વચ્ચે જે વચેટિયા હતા જે કિસાનોની કમાણીનો મોટો હિસ્સો ખુદ લઇ જતા હતાં તેનાથી બચાવવા માટે આ વિધેયક લાવવામાં આવ્યા અન તે ખુબ જરૂરી હતાં આ વિધેયક કિસાનો માટે રક્ષા કવચ બનીને આવ્યા છે પરંતુ કેટલાક લોકો જે દાયકાથી સત્તામાં રહ્યાં દેશ પર રાજ કર્યું તે લોકો કિસાનોને આ વિષય પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કિસાનોને ખોટું બોલી રહ્યાં છે.
તેમણે કહ્યું કે જે એમએપીએસી એકટને લઇન હવે આ લોકો રાજનીતિ કરી રહ્યાં છે એગ્રીકલ્ચર માર્કેટની જાેગવાઇમાં પરિવર્તનનો વિરોધ કરી રહ્યા ંછે તે પરિવર્તનની વાત આ લોકોએ પોતાના ધોષણા પત્ર લખી હતી પરંતુ હવે જયારે એનડીએ સરકારે આ પરિવર્તન કર્યું તો આ લોકો તેનો વિરોધ કરવા ઉતરી આવ્યા છે પરંતુ આ લોકો એ ભુલી રહ્યાં છે કે દેશના કિસાનો કેટલા જાગૃત છે તે એ જાેઇ રહ્યાં છે કે કેટલાક લોકોને કિસાનોને મળી રહેલ નવી તક પસંદ આવી રહી નથી દેશનો કિસાન એ જાેઇ રહ્યાં છે કે તે કોણ લોકો છે જે વચેટીયાની સાથે ઉભા છે.
મોદીએ કહ્યું કે હવે કિસાન પોતાની મરજીના માલિક હશે તે મંડીઓ અને વચેટીયાની જાળમાંથી નિકળી પોતાના ઉપજને ખેતર પર કંપનીઓ વ્યાપારીઓ વગેરેને વેચી શકશે તેના માટે મંડીની જેમ કોઇ ટેકસ નહીં હોય મંડીમાં આ સમયે કિસાનોથી સાડા આઠ ટકા સુધી મંડી શુલ્ક વસુલવામાં આવે છે સમાન સ્તર પર એમએનસી મોટા વેપારી વગેરેથી કરાર કરી શકશે કિસાનોને ઉપજના વેચાણ બાદ કોર્ટ કચેરીના ચકકર કાપવા પડશે નહીં.,ઉપજ ખરીદનારાને ત્રણ દિવસની અંદર પેમેન્ટ કરવું પડશે.HS