શું ખરેખર કંગના રનૌત સોશિયલ મીડિયા છોડી દેશે ?
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે જ્યારથી ટિ્વટર જોઈન કર્યું છે ત્યારથી સતત આ પ્લેટફોર્મ પર એક્ટિવ છે. સુશાંતને ન્યાય અપાવવા માટે કંગનાએ આ માઇક્રોબ્લોગિંગ સાઇટ જોઈન કરી હતી પરંતુ થોડાં સમય પછી સુશાંત કેસ મામલે શિવસેના સાથે વિવાદને કારણે તેને અંગત રીતે ભારે નુકસાન થયું છે. બીએમસીએ કંગનાના ૪૮ કરોડની કિંમતના એફિસ પર બુલડોઝર ચલાવી દીધું, જેની તકલીફને કંગના હજી ભૂલી નથી.
ત્યારબાદથી કંગના ડાયરેક્ટ અથવા ઈનડાયરેક્ટ રીતે મહારાષ્ટ્ર સરકારને નિશાન બનાવી રહી છે. હાલમાં જ તેણે અન્ય એક એક એવી ટિ્વટ કરી જેમાં તેણે કોઈનું નામ લીધું નથી, પરંતુ લાગે છે કે તેણે આ ટિ્વટ શિવસેનાને ટાંકીને જ કરી છે.
કંગનાએ તેના ટિ્વટમાં લખ્યું કે, હું એક ઝગડાખોર છોકરી જેવી લાગી શકું છું, પરંતુ તે સાચુ નથી. મારો રેકોર્ડ રહ્યો છે કે, મૈં ક્યારેય ઝગડા શરૂ કર્યો નથી અને જો કોઈ આ વાતને ખોટી સાબિત કરી દે તો હું ટિ્વટર છોડી દઈએ. હું ક્યારેય લડાઈ શરૂ નથી કરતી પરંતુ હાં ખતમ જરૂર કરું છું. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે જ્યારે કોઈ તમને લડવાનું કહે તો તેને નકારવું જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે, કંગના હાલમાં જ તેના ધ્વસ્ત થયેલાં ઓફિસની તસવીરો શેર કરી હતી અને કહ્યું હતું કે, આ તેના સપનાઓનો બળાત્કાર નથી તો શું છે. કંગનાએ લખ્યું એક ઉંમર નીકળી જાય છે ઘર બનાવવામાં અને તમે સહેજ પણ નથી વિચારતા તેને બરબાદ કરવામાં. આ જુઓ મારા ઘરની કેવી હાલત કરી નાખી.