સુશાંત સાથે કામ કરવાની પરીણિતીએ ના પાડી હતી
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. સુશાંત વિશે જે વાતો લોકો નહોતો જાણતા તે પણ હવે સામે આવી રહી છે, પછી તે તેની પ્રોફેશનલ લાઈફની હોય કે પર્સનલ લાઈફની. હાલમાં જ ફિલ્મમેકર અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, ફિલ્મ ‘હંસી તો ફંસી’ માટે તેમણે સુશાંતનો સંપર્ક કર્યો હતો. લીડ એક્ટ્રેસ તરીકે આ ફિલ્મમાં પરિણીતી ચોપરાને લેવાના હતા. જો કે, ફિલ્મમાં સુશાંત સાથે કામ કરવાની એ વખતે પરિણીતીએ ના પાડી હતી. અનુરાગે એમ પણ જણાવ્યું કે, તેઓ સુશાંત સાથે કામ કરવા માગતા હતા પરંતુ બીજા પ્રોડક્શન હાઉસની ફિલ્મ મળ્યા પછી સુશાાંતે ક્યારેય તેનો સંપર્ક ના કર્યો.
ફિલ્મ ‘હંસી તો ફંસી’ની વાત કરતાં અનુરાગે કહ્યું કે, તેઓ લીડ એક્ટરમાં સુશાંતને લેવા માગતા હતા. લીડ એક્ટ્રેસના રોલ માટે તેમણે પરિણીતી ચોપરાનો સંપર્ક કર્યો હતો.
જો કે, એ વખતે પરિણીતી સુશાંત સાથે કામ કરવાની ના પાડતાં કહ્યું હતું કે, તે કોઈ ટીવી એક્ટર ફિલ્મ કરવા નથી માગતી. બાદમાં અનુરાગ અને તેની ટીમે પરિણીતીને સમજાવી હતી કે, સુશાંત ‘કાઈ પો છે’ અને ‘પીકે’ જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. અનુરાગે આગળ કહ્યું, બની શકે કે બાદમાં પરિણીતીએ બીજા પ્રોડક્શન હાઉસને સુશાંત વિશે વાત કરી હશે. કારણકે બાદમાં પરિણીત અને સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાંસ’માં સાથે જોવા મળ્યા હતા.
આ ફિલ્મ લોકોને ખાસ્સી પસંદ આવી હતી. અનુરાગે કહ્યું- ‘મને ખબર પડી ગઈ હતી કે સુશાંતે બીજા પ્રોડક્શન હાઉસ સાથે ડીલ કરી લીધી છે. જે બાદ ‘હંસી તો ફંસી’માં સિદ્ધાર્થ મલ્હોત્રાને કાસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, ૨૦૧૬માં ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી”ની રિલીઝ પહેલા તેઓ સુશાંતને એક ફિલ્મમાં લેવા માગતા હતા. પરંતુ ધોનીની બાયોપિક હિટ થયા બાદ સુશાંતે ક્યારેય અનુરાગનો સંપર્ક નહોતો કર્યો. આ સિવાય અનુરાગે થોડા દિવસ પહેલા સુશાંતના મેનેજર સાથેની વાતચીતનો એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં અનુરાગે સુશાંત સાથે કામ ન કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે તે પ્રોબ્લેમેટિક વ્યક્તિ છે.