ઝૈદ દરબાર અભિનેત્રી ગૌહર ખાનના ગળાડૂબ પ્રેમમાં છે
મુંબઈ: ઝૈદ દરબાર અને ગૌહર ખાન રિલેશનશીપમાં છે તેની પુષ્ટિ થઈ છે. ગૌહર ખાનને ઝૈદ દરબારમાં પોતાનો પ્રેમ મળી ગયો છે. હવે, ઝૈદના પિતા અને જાણીતા મ્યુઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારે આ વાત કન્ફર્મ કરી છે. ઝૈદ અને ગૌહર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. ઝૈદે એક અઠવાડિયા પહેલા તેની સાવકી મમ્મીને ફોન કરીને ગૌહર વિશે જણાવ્યું પણ હતું. ઉલ્લેખનીય છે કે, ઝૈદ તેના પિતા ઈસ્માઈલ દરૂબાર સાથે નથી રહેતો.
ત્યારે મ્યુઝિક ડાયરેક્ટર ઈસ્માઈલે કહ્યું, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના. હા મારા સંબંધો મારા બાળકો સાથે એવા જ છે જેવા પિતા અને સંતાનો વચ્ચે હોવા જોઈએ. મારો દીકરો શિષ્ટાચારમાં માને છે એટલે મને સીધેસીધું આવીને તો એવું ના કહેને કે એ ગૌહરને ડેટ કરે છે.
જો કે, ઈસ્માઈલે એમ પણ જણાવ્યું કે, ઝૈદે સાવકી મા આયેશા (ઈસ્માઈલની હાલની પત્ની)ને ફોન કરીને ગૌહર વિશે જણાવ્યું હતું. “ગૌહરના ખૂબ વખાણ કરતો હતો ઝૈદ”, તેમ ઈસ્માઈલે કહ્યું. ઈસ્માઈલને સીધેસીધું જ પૂછી લીધું કે શું ઝૈદે આયેશાને ગૌહર સાથેની રિલેશનશીપ વિશે કહ્યું? ત્યારે ઈસ્માઈલે સવાલ ટાળ્યા વિના ચોખ્ખું કહી દીધું કે, “હા, તેણે વાત કરી.
જો ગૌહર લગ્ન કરીને ઝૈદ સાથે તેમના ઘરે આવે તો ઈસ્માઈલ આશીર્વાદ આપશે? જવાબ આપતા તેમણે કહ્યું, જો ઝૈદ અને ગૌહર લગ્ન કરે તો શા માટે હું આશીર્વાદ ના આપું? ઝૈદને ગૌહર સાથે લગ્ન કરવા હોય તો હું શા માટે વાંધો ઉઠાવું? ઝૈદની ઉંમર ૨૯ની નજીક છે અને તે જાણે છે કે શું કરી રહ્યો છે. આ જ વાત આયેશાએ પણ ઝૈદને કહી હતી. આયેશાએ ઝૈદને કહ્યું હતું કે, જો તે ગૌહર સાથે ખુશ હોય તો અમે પણ તેની ખુશીમાં ખુશ છીએ. ઝૈદની ઉંમર એટલી છે કે તે પોતાનું સારું-ખરાબ નક્કી કરી શકે છે.