Western Times News

Gujarati News

લોન રિપેમેન્ટ માટે ૨ વર્ષ સુવિધા આપવા SBIનો નિર્ણય

મુંબઈ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કોરોના કાળ વચ્ચે ગ્રાહકોની આર્થિક સ્થિતિનો ખ્યાલ કરતા ખૂબ જ મોટો ર્નિણય કરતા પોતાના હોમ લોન અને રિટેલ લોનના ગ્રાહકોને મોટી રાહત આપતા આગામી ૨ વર્ષ સુધી મોરાટોરિય અથવા તો આટલા જ સમયગાળા માટે લોન રિપેમેન્ટને રિશિડ્યુલ કરવા માટેની સુવિધા આપવાનું નક્કી કર્યું છે.

દેશમાં લોન આપવામાં પીએસયુ બેંકમાં અગ્રણી એવી એસબીઆઈએ સોમવારે લોન ગ્રાહકોને વધુ રાહત આપવાની જાહેરાત કરતા કહ્યું કે જો ગ્રાહક ઈચ્છે તો પોતાનો મોરાટોરિયમ પીરિયડ આગામી ૨ વર્ષ સુધી લંબાવી શકે છે.


આરબીઆઈના વન ટાઇમ રીલિફ ર્નિણયની સાથે જતા બેંકે જાહેર કર્યું કે જે ગ્રાહકોએ ૧ માર્ચ ૨૦૨૦ પહેલા લોન લીધી છે અને કોવિડ ૧૯ લોકડાઉન પહેલા તેઓ નિયમિતરુપે લોનના હપ્તાની ચૂકવણી કરતા હતા તેવા ગ્રાહકો આ નવી યોજનાનો લાભ લઈ શકે છે.

પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે લોન લેનાર ગ્રાહકે એ દર્શાવવું પડશે કે તેમની આવકને કોવિડ ૧૯ના કારણે નુકસાન પહોંચ્યું છે. આ યોજનાની જાહેરાત કરતા એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર સી.એસ. શેટ્ટીએ કહ્યું કે ‘આ યોજનામાં લોન રિસ્ટ્રક્ચરિંગ મામલે બેંક સંપૂર્ણપણે તેના ગ્રાહકોના એસેસમેન્ટ પર ર્નિભર કરે છે કે તેઓ ક્યારે ફરી નોર્મલ ઇન્કમ મેળવવા અથવા તો નોકરી મેળવવા માટે સમર્થ થશે.


દેશની ટોચની બેંક દ્વારા કોવિડ ૧૯થી જેમની આવક બાધિત થઈ છે તેવા ગ્રાહકો માટે લોન રિસ્ટ્રક્ચરિંગ અંગે પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા બાદ પ્રાઈવેટ સેક્ટરની મોટી બેંકો એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ પણ આ મહિનાના અંત સુધીમાં આ પ્રકારના પગલાની જાહેરાત કરી શકે છે. ગ્રાહકોની સુવિધા અને તેઓ લોન રિસ્ટ્રક્ચરિંગ માટે પાત્રતા ધરાવે છે કે નહીં તે ચેક કરવા માટે એસબીઆઈએ એક નવું ઓનલાઈન પોર્ટલ લોંચ કર્યું છે.

જેમાં ગ્રાહકો તમામ રિટેલ લોન જેવી કે હોમ લોન, એજ્યુકેશન લોન, ઓટો લોન અને પર્સનલ લોન અંગે ચેક કરી શકે છે. લોન રિસ્ટ્રક્ચરિંગ કરવાથી કોવિડ ૧૯ના કારણે આર્થિક મુશ્કેલીમાં આવેલા લોન લેનારા ગ્રાહકોની આવક ફરી પહેલા જેવી થાય અથવા તેમને ફરી નોકરી મળે ત્યાં સુધી નિરાંતનો શ્વાસ મેળવી શકશે.


આ ઉપરાંત તેમને ડિફોલ્ટર અથવા તો નોન પરફોર્મિંગ એસેટ તરીકે નહીં ગણવામાં આવે. જોકે આ સુવિધાની નકારાત્મક બાજુ એ છે કે ગ્રહકોને ૩૫ બેઝિઝ પોઇન્ટ વધારે વ્યાજ ચૂકવવું પડશે. કારણ કે આરબીઆઈએ આ પ્રકારની લોન માટે અલગથી વિશેષ જોગવાઈ કરવાની જરુર છે. જેનો અર્થ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.