Western Times News

Gujarati News

સત્યમેવ જયતે-૨નું નવું પોસ્ટરને રિલિઝ કરાયું

મુંબઈ: લૉકડાઉનના નિયમોમાં ઢીલ મળી બાદમાં મનોરંજન જગતે રફ્તાર પકડી લીધી છે. ઘણા ફિલ્મ નિર્માતાઓએ પ્રોટોકોલ્સ ફોલો કરીને કામ શરૂ કરી દીધુ છે. આવામાં સત્યમેવ જયતે૨નું શુટિંગ શરૂ થઇ ગયુ છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મેઇન રોલમાં છે. આ ફિલ્મ ૧૨ મે ૨૦૨૧ ઇદ પર રિલીઝ થશે. મેકર્સે ફિલ્મનુ નવુ પોસ્ટર શૅર કર્યુ છે. આ પોસ્ટરમાં જ્હોન મૂછોમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરને જ્હોને પણ પોતાના અકાઉન્ટ પર શૅર કર્યુ છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, જીસ દેશ કી મૈયા ગંગા હૈ, વહાં ખુન ભી તિરંગા હે.

આ ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર જ્હોનની ઓપોઝીટ જોવા મળશે. આ પોસ્ટરને લઇને સોશ્યલ મિડીયા પર લોકો આપત્તિ જતાવી રહ્યાં છે. પોસ્ટરમાં જ્હોનના શરીરમાંથી લોહીની જગ્યાએ તિરંગો દેખાઇ રહ્યો છે જેમાં લીલો કલર ઉપર છે. ૨૦૧૮માં સત્યમેવ જયતે કોમર્શિયલ રીતે હિટ થયા બાદ જોન, મિલાપ અને પ્રોડ્યુસર્સ આ વખતે જોનની અપોઝીટ દિવ્યા ખોસલા કુમારની સાથે ફ્રેન્ચાઇઝીને આગળ લઇ જવા માટે નક્કી કર્યું છે. જ્યાં પહેલી ફિલ્મ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી હતી. તો બીજી તરફ આ ફિલ્મ પોલીસથી લઈને રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય માણસ સુધીના તમામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની સાથે સંકળાયેલી છે.

મુંબઈમાં પોતાની શૂટ લોકેશન અને વાર્તાને બદલાવી નવાબોના શહેર લખનઉમાં શૂટ કરવા પર ડિરેક્ટર મિલાપ કહે છે કે, “સર્જનાત્મક રીતે અમે સ્ક્રિપ્ટને બદલીને લખનઉ કરી દીધી કારણ કે તેનાથી અમને તેને મોટા પાયે બનાવવાની તક મળી અને કેનવાસને પણ મોટું બનાવી શકાય છે. આ ફિલ્મની એક્શન દસ ગણા વધુ ગતિશીલ, પાવરફુલ અને દમદાર બનવા જઈ રહી છે. જોન હવે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા જઈ રહ્યો છે જેમ કે તેણે સિલ્વર સ્કીન પર આ પહેલાં ક્યારેય કર્યો નથી. અને દિવ્યા તેના પાવરફુલ દ્રશ્યો, નાટકીય કુશળતા અને સુંદરતાની સાથે દર્શકોને સ્તબ્ધ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.