કરીના કપૂરે પરિવાર સાથે પોતાનો ૪૦મો બર્થ ડે મનાવ્યો
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજે પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે આ બર્થ ડેને વધુ સ્પેશ્યલ બનાવવા માટે તેની ફેમીલ સાથે કંઇક આ રીતે ઉજવણી કરી હતી. બેબાના બર્થ ડે પાર્ટીનું સેલિબ્રેશન રાતમાં જ થઇ ગયું હતું. કરીના કપૂર ખાનનો પરિવાર રાતે તેમના ઘરે પહોંચ્યો હતો. અને અભિનેત્રીએ એક નાની પાર્ટી રાખી હતી અને ૪૦માં બર્થ ડે દિવસે પણ કરીના એટલી જ સુંદર લાગતી હતી.
જો કે એક્ટ્રેસની બર્થ ડે વાર્ટમાં ખાલી પરિવારના લોકો જ હાજર હતા. જેમાં તેમના પતિ સૈફ અલી ખાન, બહેન કરીના કપૂર, પિતા રણધીર કપૂર, માતા બબીતા કપૂર નજરે આવી. આ દરમિયાન કરીના કપૂર ખાનનો મેકઅપ લૂક સાથે નજરે પડી. પણ તેમ છતાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરીના કપૂરની બહેન અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર પર કરીનાની આ બર્થ ડે પાર્ટીમાં તેની સાથે હતી.
તેણે આ હેપ્પી ફેમલી ટાઇમની તસવીરો કરીનાના જન્મદિવસના દિવસે રજૂ કરી હતી. કરીશ્મા કપૂરે કરીનાની ફોટો શેર કરતા તેને બર્થ ડે વિશ કર્યું હતું અને કેપ્શનમાં લખ્યું હતું કે બર્થ ડે ગર્લ, અમે બધા તમે ખૂબ પ્રેમ કરીએ છીએ. જો કે કરીનાની ગર્લ ગેંગ સવારે તેનો બર્થ ઉજવશે. મલાઇકા હાલ જ કોરોના સંક્રમણથી બહાર આવી છે. માટે તે આ વખતે બેબોની પાર્ટીમાં કદાચ ન નજરે પડે. જો કે તેણે કરીનાનો એક જૂનો ફોટો પાડીને તેને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.