ડિપ્રેશન ડ્રગ્સ લેવાનું પરિણામ છે : અભિનેત્રી કંગના રનૌત
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં નાર્કોટિક્સ ક્રાઈમ બ્યૂરો ડ્રગ એન્ગલથી તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં ઘણા બોલિવુડ સેલેબ્સના નામ સામે આવ્યા છે. આ લિસ્ટમાં બોલિવુડની વધુ એક ટોપ એક્ટ્રેસનું નામ જોડાયું છે અને તે છે દીપિકા પાદુકોણ.
સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની એક કથિત ડ્રગ ચેટમાં ડી અને કેના નામનો ઉલ્લેખ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડીનો મતલબ છે દીપિકા પાદુકોણ અને કેનો મતલબ છે કરિશ્મા કે જે જયાની એસોસિએટ છે. ડ્રગ્સ કેસમાં દીપિકાનું નામ બહાર આવતાં કંગના રનૌતે તેના પર પ્રતિક્રિયા આપી છે.
કંગનાએ દીપિકાના જ અંદાજમાં ટિ્વટર પર લખ્યું છે કે, ‘રિપીટ આફ્ટર મીઃ ડિપ્રેશન ડ્રગ્સ લેવાનું પરિણામ છે. કથિત હાઈ સોસાયટીના મોટા સ્ટાર્સના બાળકો કે જે ક્લાસી હોવાનો દાવો કરે છે અને સારો ઉછેર મેળવે છે. તેઓ પોતાના મેનેજરને પૂછે છે કે, માલ શું છે. કંગનાએ બીજી ટ્વીટમાં લખ્યું છે કે, ‘નાર્કોટેરેરિઝમ, જે આપણા દેશ અને પાડોશી દેશોમાં સ્વાર્થી લોકો દ્વારા આપણા યુવાનોને નષ્ટ કરવા અને આપણા ભવિષ્યને વ્યવસ્થિતરુપથી બરબાદ કરવા માટે ઉકસાવવામાં આવી રહ્યા છે.
આજે આપણી સામે સૌથી મોટા પડકારોમાંથી આ એક છે. શું આપણે આ વિશે વિચાર કરવા માટે તૈયાર છીએ. આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહના નિધનના થોડા દિવસ બાદ દીપિકા પાદુકોણે ટિ્વટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘રિપીટ આફ્ટર મીઃ ડિપ્રેશનની સારવાર થઈ શકે છે. રિપીટ આફ્ટર મીઃ ડિપ્રેશનની સારવાર શક્ય છે.
રિપીટ આફ્ટર મીઃ ડિપ્રેશનને રોકી શકાય છે. ઉલ્લેખનીય છે કે, એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં તેની ટેલેન્ટ મેનેજર જયા સાહાને પૂછપરછ માટે બોલાવી હતી. જયાની ચેટ બહાર આવી છે. જેમાં કે, ડી, એસ, એન અને જે નામની વ્યક્તિઓ ડ્રગ્સ વિશે વાતચીત કરી રહી હતી.