ભરૂચમાં વરસતા વરસાદ વચ્ચે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં વહેલી સવાર થી જ વરસતા વરસાદ વચ્ચે પણ વિવિધ હોસ્પીટલમાં કોરોનાની સારવાર દરમ્યાન જીવ ગુમાવતા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.જેમાં સવાર થી મૃતદેહો આવતા વરસતા વરસાદ અને ભીના લાકડા થી અંતિમ સંસ્કાર કરવા પડતા હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ભરૂચ જીલ્લા માં કોરોના દિન પ્રતિદિન વધી રહ્યો છે અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પણ દિવસે દિવસે દમ તોડી રહ્યા છે.ત્યારે આજે વિવિધ હોસ્પીટલો માં કોરોની સારવાર લઈ રહેલા દર્દીઓએ જીવ ગુમાવતા ગોલ્ડન બ્રીજ ના દક્ષિણ છેડે તંત્ર દ્વારા ઉભું કરાયેલ કોવીડ ૧૯ સ્મશાન ખાતે વરસતા વરસાદ માં હોસ્પીટલો માંથી મૃતદેહો લાવી ભીના લાકડા હોવા છતા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ત્યારે ભીના લાકડા માં મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરાવામાં આવતા આ રીતે અંતિમ સંસ્કાર કરવાથી ધણીવાર મૃતદેહો ના પૂર્ણ અંતિમ સંસ્કાર ન થતા હોવાની દહેશત વર્તાઈ રહી છે.ત્યારે ભરૂચ માં એક તરફ મેઘ મહેર તો બીજી તરફ નર્મદા નદી માં વધતા જતા જળ સ્તરના પગલે કોરોના પોઝીટીવ અને શંકાસ્પદ દર્દીઓ ના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની સમસ્યા પુનઃ એકવાર સર્જાઈ તેવી દહેશત વર્તાઈ રહી છે.