મમતા સરકાર પીએમ કિસાન અને આયુષ્માન ભારત યોજનામાં શરતો સાથે સામેલ થશે
કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજયમાં આયુષ્યમાન ભારત અને પીએમ કિસાન સન્માન વિધિ યોજનાઓ શરતી રીતે લાગુ કરવા પર સંમતિ આપી છે. મુખ્યમંત્રી મમતાએ મોદી સરકારને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચવામાં આવતી રકમ રાજય સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવે તો જ તેઓ આ યોજનાઓમાં જાેડાશે એ યાદ રહે કે તૃણમૂલ કોંગ્રેસ સરકાર કેન્દ્રીય યોજનાઓ લાગુ નહીં કરવા બદલ ભાજપના નેતૃત્વની સતત ટીકા કરી રહી છે.
મમતા સરકારે કેન્દ્ર સમક્ષ એક શરત મુકી છે કે યોજનાઓનો લાભાર્થીઓને સીધો ભંડોળ મોકલવાને બદલે તેમને રાજય સરકારની તંત્રની સહાયથી ફાળવવામાં આવે આ સંદર્ભમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રીને એક પત્ર પણ લખ્યો હતો બે અઠવાડિયા પછી તે બહાર આવ્યું છે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને લખેલ પત્રમાં મમતા બેનર્જીએ કહ્યું કે ઘણા પ્રસંગો પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે બંગાળ સરકાર કેન્દ્રની પીએમ કિસાન સન્માન નિધિ યોજના બંગાળમાં લાગુ કરી રહી નથી.
મુખ્યમંત્રીએ આગળ લખ્યું આ સંદર્ભમાં હું તમને જણાવવા માંગુ છું કે રાજય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પહેલેથી જ કૃષ્ક બંધુ યોજના લાગુ કરી છે આ યોજના અંતર્ગત સૌથી ઓછું જમીન ધરાવતા ખેડૂતને સરકાર તરફથી પાંચ હજાર રૂપિયાની સહાય મળે છે. જડયારે ખેડૂત ૧૮થી ૬૦ વર્ષની ઉમરે મૃત્યુ પામે છે ત્યારે તેને અમારી સરકાર તરફથી ૨ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. રાજયના ૭૩ લાખથી વધુ ખેડૂતો આ યોજના સાથે સંકળાયેલા છે મુખ્યમંત્રીએ આગળ લખ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર રાજયના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જાેડવામાં ખુશ થશે પરંતુ આ માટે કેન્દ્ર સરકારે જરૂરી ભંડોળ સીધા રાજય સરકારને મુકત કરવા પડે રાજય સરકાર તે રકમ ખેડૂતોમાં વહેંચશે.HS