જાન્હવીએ દુલ્હનનો શણગાર કરી ચાહકોની ધડકન વધારી
મુંબઈ: બોલિવૂડની પોપ્યુલર (Bollywood Popular Star Kid) સ્ટાર કિડ્સમાંથી એક છે જાહ્નવી કપૂર સોશિયલ મિડીયા (Social Media) પર પણ તે ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો અવાર નવાર તે શેર કરતી રહે છે. હાલમાં જ જાહ્નવીએ તેનાં ઇન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દુલ્હન બનેલી નજર આવે છે. જાહ્નવી કપૂરનો આ લૂક જોયા બાદ પર તેનાં ફેન્સની ધડકનો વધી ગઇ છે.
તસવીરો શેર કરતાં જાહ્નવીએ જે કેપ્શન લખી તે વાંચીને તમે પણ થઇ જશો. જાહ્નવીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘શું આપને પણ શરણાઇ સંભળાઇ રહી છે કે ફક્ત હું જ સાંભળી શકુ છું.’ તેણે વધુમાં લખ્યું હતું કે, ‘હું ખુબ ખૂશ છું
મનીષ મલ્હોત્રાનાં નવાં કલેક્શનનો ભાગ બનીને. તસવીરોમાં આપ જોઇ શકો છો જાહ્નવી કપૂર દુલ્હન જેવી જ દેખાઇ રહી છે. હેવી જ્વેલરી, અને માથે ઘૂંઘટ ઓઢીને તે ઘણી જ સુંદર દેખાઇ રહી છે. આપને જણાવી દઇએ કે, જાહ્નવી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનાં (Manish Malhotra) બ્રાઇડિયલ વેર પહેર્યું હતું. હાલમાં જ ડિઝાઇનરે તેનું નવું બ્રાઇડિયલ કલેક્શન લોન્ચ કર્યું છે. આ તમામ તસવીરો સેલિબ્રિટી ફોટો જર્નાલિસ્ટ વિરલ ભાયાની તરફથી જાહેર કરવામાં આવી છે.