પ્રાંતિજ સ્ટેટબેંકમાં કોરોનાના ગ્રહણને લઈને માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ (Prantij Sabarkantha) ખાતે આવેલ સ્ટેટ બેંકના (4 employees of State Bank of India) ચાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા બેંક ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી હતી ત્યારે ત્રણ દિવસ બાદ બેંક હાલ ચાલુ કરવામાં આવી છે
પણ હાલ કોરોના ને લઈને અને અપૂરતાં સ્ટાફ ને લઈને માત્ર ઇમરજન્સી સેવા ચાલુ કરવામાં આવી છે . પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારોમાં આવેલ સ્ટેટબેંક મેનેજર સહિત અન્ય ત્રણ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા બેંક ત્રણ દિવસ માટે બંધ કરવામાંઆવી હતી
તો ત્રણ દિવસ બાદ બેંક ફરી ચાલુ થતાં માત્ર બેંક માં ઇમરજન્સી સેવા ઓજ ચાલુ કરવામાં આવી છે અને માત્ર લેવડ-લેવડ ની સેવા આપવામાં આવી રહી છે ત્યારે બેંક પહેલી તારીખ થી બેંક રાબેતામુજબ ચાલુ થઇ જશે .