Western Times News

Gujarati News

લીમખેડા નજીક ક્રુઝર ગાડી ભોપાલના પરિવારની વરના ગાડી સાથે અથડાઈ

દાહોદ જિલ્લાના લીમખેડા નજીક હાઇવેરોડ પર ક્રોસિંગ કરતી વેળાએ  પુરવાર દોડી જતી ક્રુઝર ગાડી અમદાવાદ થી ભોપાલ તરફ જતી ભોપાલના પરિવારની વરના ગાડી સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વરના ગાડીમાં બેઠેલા ભોપાલના પરિવાર પાંચ જેટલાં વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તથા વરના ગાડીના કુચ્ચા બોલાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ આજે સવારે મધ્યપ્રદેશ ભોપાલનો એક પરિવાર વરના ગાડીમાં બેસી અમદાવાદ તરફ આવી ભોપાલ તરફ જઈ રહ્યો હતો.

અને વરના ગાડી લીમખેડા નજીક હાઇવે પર આવેલ લીમખેડા ક્રોસિંગ પર હતી તે વખતે ચિલાકોટા થી લીમખેડા તરફ પુરવાર આવી રહેલી ક્રૂઝર ગાડી ક્રોસિંગ પર રોડ ક્રોસ કરી લીમખેડા તરફ આવતા વરના ગાડી સાથે ધડાકાભેર અથડાતા વરના ગાડીમાં બેઠેલા ભોપાલના પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

જ્યારે વરના ગાડીના આગળના ભાગના કુચ્ચા બોલી ગયા હતા. તેમજ ક્રૂઝર ગાડીને પણ નુકશાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગંભીર ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહીમાં જોતરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.