Western Times News

Gujarati News

ટીવી એકટર સનમ જાૈહર અને એબિગેલ પાંડેની વિરૂધ્ધ કેસ

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપુત કેસથી ફિલ્મ ઇડસ્ટ્રીમાં શરૂ થયેલ ડ્રગ આરોપીની એનસીબીની તપાસનો દાયરો વધી રહ્યો છે. આજે એનસીબીએ અનેક ટીવી એકટર્સને પણ સનમ જાૈહર અને એબિગેલ પાંડેની વિરૂધ્ધ ડ્‌ગના ઉપયોગ કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. મુંબઇ એનસીબીએ એનડીપીએસની કલમ ૨૦ હેઠળ કેસ દાખલ કર્યો છે.

એ યાદ રહે કે બંન્ને એકટરની ગુરૂવારે પુછપરછ કરવામાં આવી હતી આજ દિવસે તેમના ઘરોમાં દરોડો પાડવામાં આવ્યો હતો જયાંથી નાની માત્રામાં મૈરૂઆના જપ્ત કરવામાં આવ્યું હતું. સનમ અને એબિગેલની ધરપકડ કરવામાં આવી નથીપરંતુ તેમને આગળ પુછપરછ માટે બોલાવવામાં આવશે આ ઉપરાંત એનસીબીએ ધર્મા પ્રોડકશનના ડાયરેકટર ક્ષિતિજ પ્રસાદના

મુંબઇના ઘરે પણ દરોડા પાડયા હતાં. તેનું નામ પણ પુછપરછમાં સામે આવ્યું છે.
એનસીબીની એક ટીમે તેમના નિવાસ સ્થાને તપાસ કરી હતી આ ઉપરાંત એજન્સી સારા અલી ખાન અને દીપિકા પાદુકોણની પણ પુછપરછ કરશે તેમને સમન મોકલવામાં આવ્યું છે. દીપિકાની આવતીકાલે પુછપરછ કરવામાં આવશે.HS

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.