Western Times News

Gujarati News

કૃષિ વિધેયક માળખાકીય માળખાની વિરૂધ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે

પ્રતિકાત્મક

નવીદિલ્હી, કોંગ્રેસે કૃષિ સંબંધી વિધેયકોને માળખાકીય માળખાની વિરૂધ્ધ અને ગેરબંધરણીય ગણાવતા કહ્યું કે આ કાળા કાનુનને કોર્ટમાં પડકારવામાં આવશે પાર્ટીના પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ આ આરોપ પણ લગાવ્યો કે કેન્દ્ર સરકારે કૃષિથી જાેડાયેલ વિધેયકોના માધ્યમથી દેશમાં નવી જમીનદારી પ્રથાનું ઉદ્‌ધાટન કર્યું છે તથા આ પગલાથી નફાખોરીને પ્રોત્સાહન મળશે.

એ યાદ રહે કે તાજેતરમાં પુરા થયેલા ચોમાસુ સત્રમાં સસદે કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજય સંવર્ધન અને સુવિધા વિધેયક ૨૦૨૦ અને કૃષક સશક્તિકરણ અને સંરક્ષણ કીમત આશ્વાસન સમજૂતિ અને કૃષિ સેવા પર કરાર વિધેયક ૨૦૨૦ને મંજુરી આપી દિલ્હી કોંગ્રેસ સમિતિ તરફથી આયોજીત પત્રકાર પરિષદમાં સિંધવીએ કહ્યું કે સરકાર વારંવાર કહે છે કે તે કિસાનોના હિતમાં આ વિધેયક લાવી છે જાે તે કિસાનોની મિત્ર હોય તો કોઇ શત્રુની જરૂરત નથી

તેમણે કહ્યું કે એમએસપીનો ઉલ્લેખ વિધેયકમાં નથી એમએસપીનું વજુદ ખતમ કરી દેવામાં આવ્યું છે એટલે કે ઉપજની કીમત નિર્ધારણ કરવાનો જે આધાર હતો તે ચાલ્યો ગયો અમારો સવાલ છે કે જાે કંઇ નિર્ધારિત નથી તો ફરી કીમત કોણ નક્કી કરશે. સિંધવીએ કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ કહ્યું હતું કે આ વિધેયકોને પ્રવર સમિતિની પાસે મોકલવામાં આવે પરંતુ આ સરકારે જીદ અને અહંકારની રાજનીતિ કરી તેણ ે વિધેયકને પ્રવર સમિતિની પાસે મોકલ્યા નહીં તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે શાંતાકુમાર સમિતિની ભલામણોને લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

એ યાદ રહે કે આ વિધેયકોનો પણ ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. આજે વિધેયકોની વિરૂધ્ધ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.