Western Times News

Gujarati News

યૂક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22 લોકોના મોતઃ 6 લાપતા

યુક્રેન, યૂક્રેનમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર 28 લોકોને લઈને જઈ રહેલું વાયુસેનાનું એક વિમાન શુક્રવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 22 લોકોના ઘટના સ્થળે મોત થયા છે તો 6 લોકોના કોઈ સમાચાર નથી.ઘટનાની જાણકારી યૂક્રેન મંત્રીએ આપી હતી.

તેઓએ કહ્યું હતું કે વિમાનમાં મોટાભાગે સવારી કરનારામાં વિદ્યાર્થીઓ હતા. આ સાથે 7 ક્રૂ મેમ્બર્સ પણ હતા. ઘટના કયા કારણે બની છે તેનું કારણ જાણવાની તપાસ થઈ રહી છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે તેઓ જલ્દી જ ઘટનાસ્થળે જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.