Western Times News

Gujarati News

રશ્મિ દેસાઈએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી

મુંબઈ: ટીવી પર આમ તો અનેક સુંદર ચહેરાઓ છે. પણ રશ્મિ દેસાઇ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. અન્ય સેલેબ્રિટીની જેમ તે પણ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરતી રહેતી હોય છે. ત્યારે હાલમાં રશ્મિએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેને યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

રશ્મિ દેસાઇ હાલમાં ઇસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર પોતાની સુંદર તસવીરો મૂકી છે. આ તસવીરમાં રશ્મિએ યેલ રંગનો આઉટફિટ પહેર્યો છે. અને તેમાં તેણે પોતાની ફિટ બોડીને ટોન કરી છે.

આ ફોટોમાં રશ્મિ કર્લી હેર સાથે માથે ફૂલોના ટિયારા પહેર્યો છે. અને તે હોટ પોઝ આપી રહી છે. જેને જોઇને ફેન્સ તેમના દિવાના થઇ રહ્યા છે. આ તસવીરમાં રશ્મીએ સાઇડ સોલ્ડર ક્રોપ ટોપ પહેર્યું છે. અને મલ્ટી ડિઝાઇન ઝ્‌વેલરીની સાથે મલ્ટી કલર મેકઅપ પણ કર્યો છે.

તેમણે કેપ્શનમાં લખ્યું છે કે તેણે તમારી અંદરથી દિલ ચોરી લીધું છે પણ આનાથી તમને પરિભાષિત ના કરી શકાય તમારા અંદરની અવાજ તમે જ છો. રશ્મિ દેસાઇની આ તસવીરોને સોશિયલ મીડિયા પર તાબડતોડ પ્રતિક્રિયા મળી રહી છે.

અનેક લોકો તેમની બોલ્ડનેસ પર ફિદા છે. અને તેમના લખેલા કેપ્શનને પણ લોકો ખૂબ વખાણી રહ્યા છે. રશ્મિ દેસાઇ પોતાના સીરિયલ ઉતરનથી ઘર ઘરમાં ઓળખ મેળવી હતી. તે પછી તેણે નાના પડદે અનેક ટીવી શો કર્યા અને નામના મેળવી.

આ પછી વિવાદિત રિયાલિટી શો બિગ બોસનો ભાગ પણ બની જ્યાં તેમની ફેન ફોલોઇંગ વધી. જો કે બિગ બોસ પછી રશ્મિ ફરી સીરિયલો તરફ પાછી વળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.