વલસાડમાં હોમ ક્વોરોન્ટાઈન વૃદ્ધે આત્મહત્યા કરતા ચકચાર
વલસાડ: વલસાડ જિલ્લાના પારડીમાં એક વૃદ્ધે લાંબી બીમારીને કારણે કંટાળીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. મૃતક વૃદ્ધનો કોરોના રિપોર્ટમાં ૫% કોરોનાના લક્ષણ પણ જણાયા હતા. તો ઘટના સ્થળથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેઓએ બીમારીથી કંટાળી એ આપઘાત કરી રહ્યા હોવાનું લખ્યું છે. બનાવની વિગત એવી છે કે વલસાડ જિલ્લાના પારડીની ભિલાડવાલા બેંકની પાછળ આવેલી મોદી સ્ટ્રીટમાં રહેતાં ૬૦ વર્ષીય રજનીકાંતભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. જોકે તેઓ એ ગઇ કાલે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી.
મળતી માહિતી મુજબ મૃતક રજનીકાંતભાઈ પરમારે પારડીની એક ખાનગી હોસ્પિટલ અને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં તપાસ કરાવી હતી.તપાસ દરમિયાન રિપોર્ટમાં ૫% કોરોનાના લક્ષણો જણાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આથી તબીબોએ તેમને હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા સલાહ આપી હતી. આથી તેઓ ઘરમાં જ રહેતા હતા. જોકે તેઓ લાંબા સમયથી બીપી અને અન્ય બીમારીથી પીડાઇ રહ્યા હતા અને અવારનવાર તબિયત બગડવાના કારણે છેલ્લા કેટલાક સમયથી બીમાર પણ રહેતા હતા. જોકે આખરે તો રિપોર્ટમાં કોરોનાના પાંચ ટકા લક્ષણ હોવાનું જાણવા મળતાં તેઓ ઘરે જ રહેતા હતા.
એવા સમયે તેઓએ તેમના ઘરમાં પંખા વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરી હતી સ્થળ પરથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક રજનીકાંતભાઈ પરમાર પોતે લાંબી બીમારીથી પીડાતા હોવાને કારણે કંટાળીને આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. સાથે જ નોટ માં મૃતક રજનીકાંત પરમારે એ પણ લખ્યાયું છે કે તેમની પત્ની અને પુત્ર તેમને સારું રાખતા હતા આથી પત્ની અને પુત્રને કઈ ન કરવા કરી વિનંતી.
આથી પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ લાંબી બીમારીને પીડાતા રજનીકાંતભાઈ પરમાર કોરોના ડરને કારણે આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આથી પોલીસે આ સમગ્ર પ્રકરણ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.