Western Times News

Gujarati News

તમે મને જેમ જુઓ છે તેમ હું જે છું તે છું! રણવીર સિંહ કહે છે

રણવીર સિંહ અત્યંત રંગીન વ્યક્તિત્વ છે અને તે અજોડ ફેશન સેન્સ સાથે કોઈને પણ મોહિત કરી જાણે છે. ઘણા લોકો હંમેશાં એવી અટકળો લગાવે છે કે આ સુપરસ્ટાર મોટો શોમેન છે અને તે શોમેનશિપ નહીં કરતો હોય ત્યારે અસલ જીવનમાં કેવો હોઈ શકે તે વિશે વિચારે છે. રણવીર જોકે આ વાતને નકારીને કહે છે કે જાહેર નજરો વચ્ચે હોય ત્યારે પણ હંમેશાં તે પોતાની અંદર રહેવાનું પસંદ કરે છે.

રણવીર કહે છે, મૈ હૂં અતરંગી ઔર મૈ કિસી કો યે નહી બોલ રહા કી મૈ ઔર કુછ હૂં. લોગ બોલતે હૈ કી આપ અતરંગી હૈ, મૈ તો બોલતા હૂં હા મૈ અતરંગી હૂં મેરા બચપન સે. મૈ જો હૂં વો હૂં. આઈ એમ ઓલ્વેઝ બીઈંગ માયસેલ્ફ અને હંમેશાં મારા જીવનની દરેક પળે મારી અંદર રહું છું.

તે ઉમેરે છે, હું હંમેશાં અત્યંત રંગીન ફેશન સેન્સમ ધરાવતો આવ્યો છું અને હંમેશાં હિપસ્ટર રહ્યો છું. ત્રીજા ધોરણમાં જઈને મેં તે મોહક બનાવી લીધું, ફોટો પણ નાખ્યો હતો મારા સોશિયલ મિડિયા પર અને મારી પાસે પૂરી બેન્ક છે ફોટોઝની જેનાથી સાફ નજર આવે છે કે આ જન્મથી જ અતરંગી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.