Western Times News

Gujarati News

પ્રમા હિકવિઝન દ્વારા 9 પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા

  • હિકવિઝન એક્સ્પો ખાતે પ્રમા હિકવિઝન દ્વારા સૌપ્રથમ વખત બ્રેવરી એવોર્ડઝ (બહાદૂરી પુરસ્કાર)નો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તે ત્રણ પોલીસ અધિકારીઓને છ સાયબર પોલીસ કર્મચારીઓને પોલીસ સર્વિસમાં તેમની દ્રષ્ટાંતરૂપ સિદ્ધિ બદલ એનાયત કરાયા
  • હિકવિઝનનું પ્રથમ ચરણ સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે સંપન્ન કરાયો

જુલાઇ : ભારતની વીડિયો સર્વેલન્સ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પૂરા પાડતી અગ્રણી કંપની પ્રમા હિકવિઝને ગુજરાતમાં રાજકોટ ખાતે 24 જુલાઇએ હિકવિઝન એક્સ્પો ખાતે બ્રેવરી એવોર્ડ્ઝની તેની સૌપ્રથમ આવૃત્તિનો સફળતાપૂર્વક પ્રારંભ કર્યો હતો. સૌપ્રથમ વખત રજૂઆત કરાયેલ બ્રેવરી એવોર્ડઝનો ઉદ્દેશ અસાધારણ સંજોગોમાં પોલીસ કર્મચારીઓને ઓળખી કાઢવાનો અને તેમના દ્રષ્ટાતરૂપ, અપવાદરૂપ પ્રશંસાપાત્ર અને શૌર્ય કાર્યો માટે સન્માનિત કરવાનો છે. બ્રેવરી એવોર્ડ્ઝ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી અને ડીજીપી જાડેજા દ્વારા એનાયત  કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ટિપ્પણી કરતા પ્રમા હિકવિઝનના એમડી અને સીઇઓ આશિષ પી. ધાકને જણાવ્યું હતું કે, “અમે સૌપ્રથમ વખત ‘બ્રેવરી એવોર્ડઝ’ શરૂ કરતા ભારે ખુશી અનુભવીએ છીએ, જે પોલીસ કર્મચારીઓને ભારતના નાગરિકોની જિંદગી અને મિલ્કતોનું રક્ષણ કરવા માટે અપવાદરૂપ હિંમત દાખવીને દાખલો બેસાડ્યો છે તેમને ઓળખી કાઢે છે અને આપવામાં આવે છે. નાગરિકોને સલામતીને અગ્રમતા આપવાના અમારા હેતુને વળગી રહેતા એવોર્ડઝ પોલીસ કર્મચારીઓને તેમની ફરજ કરતા વધુ કંઇક કરવાની અને દેશભરમાં સલામત વાતાવરણ ઊભુ કરવા પ્રેરણા આપવાની દિશામાં એક આગવું કદમ છે. ‘બ્રેવરી એવોર્ડઝ’ખરેખર ભારતમાં અમારી સિક્યુરિટી ટેકનોલોજી લાગુ પાડવામાં શ્રેષ્ઠતા દાખવવાનો પુનરોચ્ચાર કરે છે અને સિક્યુરીટી અને સર્વેલન્સ ઉદ્યોગમાં અનોખા ઉકેલો મારફતે ઊંચા ધોરણો સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપે છે.”

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હિકવિઝનની નિષ્ણાતોની ટીમે ગુજરાતમાં હિકવિઝન એક્સ્પો દરમિયાન ટેકનિલ સત્રો મારફતે અદ્યતન ટેકનોલોજી અને પ્રોડક્ટ્સ રજૂ કરી હતી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઇ ક્લાઉડ, બીગ ડેટા અને આઇઓટીનો પણ સમાવેશ થાય છે. અમને અમારા અદ્યતન આઇપી કેમેરા, પીઆઇઆર કેમરા, ઍક્સેસ કંટ્રોલ પ્રોડક્ટ્સ, વીડિયો ડોર ફોન્સ, એઝવિઝ કેમેરા, ફેસ રેકગ્નિશન ટર્મિનલ્સ અને સ્વીંગ ગેટ્સ, સ્માર્ટ પોલ, ઇસીએસ (ઇમર્જન્સી કોલ સ્વીચ) વગેરેમાં આ ઇવેન્ટમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.”

પોતાના ચાવીરૂપ સંબોધનમાં રાજકોટના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે બનાવોની તપાસ અને વધુ એનાલિટીક્સ ઊભા કરવા માટે વધુ ટેકનોલોજી લાવવા માટે હિકવિઝનને પોત્સાહન આપ્યું હતું. તેમણે વધુમા કહ્યું કે નવીનતમ ટેકનોલોજી જેમ કે ફેસ રેકોગ્નિશન ગુન્હાઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. તેણે પોલીસ કર્મચારીઓને ઓળખી કાઢવા બદલ અને તેમને બ્રેવરી એવોર્ડઝ એનાયત કરવા બદલ હિકવિઝનનો આભાર માન્યો હતો.

‘બ્રેવરી એવોર્ડઝ’કુલ 9 પોલીસ કર્મચારીઓને તેમની દ્રષ્ટાંતરૂપ સેવા અને ફરજ પર બહાદૂરી દર્શાવવા બદલ આપવામાં આવ્યા હતા. પોતાની ફરજ ઉપરાંત જે પોલીસ કર્મચારીઓએ અપવાદરૂપ હિંમત દર્શાવી છે તેવા બહાદૂર પોલીસ કર્મચારીઓને સલામ કરતા સમર્પિત હિકવિઝન એવોર્ડઝ ત્રણ પોલીસ કર્મચારીઓ- સબ ઇન્સ્પેક્ટર જી.પી.ઉનડકટ, સબ ઇન્સ્પેક્ટર એચ.બી.ધાંધલીયા, પીસી સંજયકુમાર બાબુભાઇ રુપાપરા અને પીએસઆઇ ડી.બી. ગઢવી, પીએસઆઇ એસ.એસ.નાયર, પીએસઆઇ કે.જે.રાણા, એએસઆઇ સી.એમ.ચાવડા, એચસી જયદેવભાઇ બોસિયા અને પીસી છનુભાઇ ગોહીલ સહિતના છ સાયબર પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

હિકવિઝન એક્સ્પો સિક્યુરિટી વ્યાવસાયિકો, નાગરિકો અને ચેનલ પાર્ટનર્સમાં સિક્યિરીટી ટેકનોલોજી જાગૃતિ લાવવાના ઉદ્દેશથી હિકવિઝન એક્સ્પોનું આયોજન કરાયું હતું. અમારા ભારતભરના પ્રથમ ચરણના ભાગરૂપે હિકવિઝન એક્સ્પો ગુજરાતના ત્રણ મોટા શહેરો સુરત (19 જુલાઇ), અમદાવાદ (22 જુલાઇ અને રાજકોટ (24 જુલાઇ)એ યોજાયુ હતું જેમાં સિક્યુરિટી ઇકોસિસ્ટમ પાર્ટનર્સના અગત્યના હિસ્સાધારકોને આમંત્રણ અપાયું હતું. હિકવિઝન એક્સ્પોએ અદ્યતન સિક્યુરિટી અને સર્વેલન્સ, ટેકનોલોજીમાં સુધારાઓ ખાસ ઇન્ટરેક્ટિવ સત્ર અને જીવંત પ્રદર્શન દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા.

પ્રમા હિકવિઝન ઇન્ડિયાએ સિક્યુરિટી ટેકનોલોજી અને પ્રોડક્ટ જાગૃતિ ચેનલ પાર્ટનર્સ, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ, એન્ડ યૂઝર્સ અને સિક્યુરિટી વ્યાવસાયિકોમાં ફેલાવવા માટે ભારતભરની પહેલના ભાગરૂપે ‘હિકવિઝન એક્સ્પો’નુ આયોજન કર્યું હતું. હિકવિઝન એક્સ્પોનું પ્રથમ ચરણ સુરત, અમદાવાદ અને રાજકોટમાં સફળતાપૂર્વક સંપન્ન થયું છે, જેમાં તેને ગુજરાતના સિક્યુરિટી વ્યાવસાયિક કોમ્યુનિટી તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.