નેહા મહેતા તારક મહેતા’માં પરત ફરવા માગતી હતી
મુંબઈ: પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ તારક મહેતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ નેહા મહેતાએ જ્યારે આ શૉ છોડ્યો ત્યારે શૉના મેકર્સ સહિત ફેન્સને પણ ઝટકો લાગ્યો હતો. તે વખતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે એક્ટ્રેસ નેહા મહેતાની સાથે તેઓને કોઈ મતભેદ નહોતો,
તેમ છતાં તેણે આ શૉ છોડવાનો ર્નિણય લીધો હતો. પણ, હવે એક ચોંકાવનારી વાત જાણવા મળી છે. એવું જાણવા મળ્યું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડ્યા પછી એક્ટ્રેસ નેહા મહેતા શૉ છોડવાના પોતાના ર્નિણયને પાછો લેવા માટે તૈયાર થઈ ગઈ હતી.
તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પરત આવવા માગતી હતી પણ ત્યાં સુધીમાં અન્ય એક્ટ્રેસ (સુનૈના ફોજદાર)ને તેના રોલ માટે ફાઈનલ કરવામાં આવી હતી. પરંતુ, અસિત મોદીને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું કશું નહોતું જણાવ્યું કે એક્ટ્રેસ નેહા મહેતા આ શૉમાં પરત આવવા માગે છે. એક્ટ્રેસ નેહા મહેતાએ જણાવ્યું કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પરત આવવા માગતી હતી. તે પોતાનો ર્નિણય બદલવા માટે તૈયાર હતી,
તેણે જ્યારે આ વિશે અસિત મોદીને જણાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે હવે તેઓ આ રોલ માટે કોઈ અન્ય એક્ટ્રેસને લેવાનું મન બનાવી ચૂક્યા છે. એક્ટ્રેસ નેહા મહેતાએ કહ્યું કે હા હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પરત ફરવાનું વિચારી રહી હતી પણ હું તેના સેટ પર કેટલીક વસ્તુઓ બદલવા માગતી હતી.
આજના સમયમાં મેજોરિટી અને કામનું દબાણ મારે આ બધી વસ્તુઓમાં પડીને મગજ ખરાબ કરવું જોઈએ નહીં. અહીં નોંધનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આવ્યા પહેલા એક્ટ્રેસ નેહા મહેતા ઘણી ગુજરાતી ફિલ્મો અને ટીવી શૉમાં એક્ટિંગ કરી ચૂકી છે.