Western Times News

Gujarati News

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા HR Conclave યોજાઈ

(મિલન વ્યાસ, ગાંધીનગર) કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા HR Conclave ગિફ્ટ સિટી ક્લબ એન્ડ  બિઝનેસ સેન્ટર ખાતે ૨૭ જુલાઈના રોજ યોજાઈ ગઈ. ૧૫૦થી વધુ કંપનીઓના વડાઓ તથા મુખ્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, ચંદુભાઈ પોપટભાઈ વિરાણી (ચેરમેન, બાલાજી વેફર્સ, રાજકોટ), લલિતભાઈ પાડલિયા (કમિશ્નર ઓફ હાયર એજ્યૂકેશન, ગુજરાત સરકાર) તથા યૂનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. એસકે મંત્રાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ. પટેલે કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રંસગે જણાવ્યું, “કડી સર્વ વિદ્યાલયે શરૂઆતથી જ ’કર ભલા હોગા ભલા’ સૂત્રને સાર્થક કરવાના પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમના આયોજન દ્વારા ઔદ્યોગિક સંસ્થાનો અને શિક્ષણ વચ્ચે રહેલી ખાઈને પૂરવાનો પ્રયાસ કરવાનો ઉદ્દેશ છે.”

શ્રી એલ.પી. પાડલિયાએ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

પેનલિસ્ટ તરીકે ટીસીએસના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ કૌશિક ચક્રવર્તિ, સેરા સેનેટરીવેર લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ સંજય સુથાર, પિરામલ એન્ટરપ્રાઇઝીસના ચિફ મેનેજર, એચ આર, હેમલ ગજ્જર, સિલ્વર ટચના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ આદર્શ પરીખ, શેખાણી ઇન્ડસ્ટ્રિઝના ડાઇરેક્ટર કોમલ શેખાણી, પ્રોવેસ ફાર્મા નોલેજના નિષોધ સક્સેના, ટાટા નેનો પ્લાન્ટ્સના પ્રદિપ્તા મોહંતિ, આઇબીએમના સુંદરી સૂર્યા, એક્સેલ કોર્પ કેરના સીઈઓ ડો. નિર્મલ સહાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્ર્મને સફળ બનાવવા માટે કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્લેસમેન્ટ ઓફિસર ડો. તરૂણ પટેલ, બીબીએ કોલેજના પ્રોફેસર જયેશ તન્ના, પરિક્ષા નિયામક પી.કે, શાહ, એમબીએ ડિપાર્ટમેન્ટના ડાઇરેક્ટર ભાવિન પંડ્યા, જર્નાલિઝમ વિભાગના મિતેશ મોદી સહિત યૂનિવર્સિટી સંચાલિત વિવિધ વિભાગોના આચાર્યો અને પ્રાધ્યાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.