Western Times News

Gujarati News

અમદાવાદના 350 જેટલા સેવકોએ સોમનાથમાં પરંપરાગત શ્રમયજ્ઞ કર્યો

સોમનાથ, 350 જેટલા સ્વયંસેવકો મંડળના પ્રમુખ હરેશભાઇ સોનીએ સૂચીત કરેલ ટીમો પ્રમાણે શ્રી સોમનાથ મંદિર પરિસર, શ્રી ભાલકા તીર્થ, શ્રી ભીડીયા તીર્થ, પ્રાચીતીર્થ, ગોલોકધામ, ત્રિવેણી સંગમ, શ્રી રામ મંદિર, સ્મશાન, ગૌશાળા, પાર્કિંગ, હમીરજી સર્કલ, વેગળાજી સર્કલ, સહિતના સ્થળોએ  સાફ-સફાઇ કરી આ સ્થળો  સ્વચ્છ કરેલ તેમજ આવનાર યાત્રીકોને ખુલ્લામાં  કચરો ન ફેકી તીર્થ સ્વચ્છ રાખવા આવાહન કરેલ . આ વખતે 200 જેટલી બહેનો આ સેવાયજ્ઞમાં  જોડાયેલ.
આ મંડળ સફાઇના તમામ સાધનો સાથે લાવેલ જેમાં સાવરણા-સાવરણી,  વાઇપર-પોતા, લીક્વીડ સહિત તમામ સંસાધનો સાથે લાવે છે. 

આ વર્ષે માતા-પિતાની સેવાથી પ્રેરાઇ 5 થી 11 વર્ષ સુધીના બાળકો ઉત્સાહભેર આ સેવાયજ્ઞમાં જોડાયા હતા, સુરત-અમદાવાદ ના વેપારીઓ- ડોક્ટરો-એન્જીનિયરો-સીએ-ઉદ્યોગપતી જેઓના ઘરે નોકરો કામ કરે છે તેવા લોકોએ શ્રમયજ્ઞ કરી અનોખી શિવભક્તિ નુ ઉદાહરણ પુરૂ પાડેલ.  આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ આ મંડળના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.