Western Times News

Gujarati News

SVP માં ચાઈનાના બેડઃ ભાજપનો વિરોધ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો વચ્ચે ગજગ્રાહ વધી રહયો હોય તેવા અણસાર જાવા મળી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનની સબ-કમીટી દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે તે કામ ને સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ચર્ચા-વિચારણા ના નામે એકાદ મહીના સુધી રોકી રાખવામાં આવે છે. ત્યારબાદ વિવિધ કારણો દર્શાવી પરત કરવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.૭૦૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ એસવીપી હોસ્પીટલની ખરીદી માટે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જાવા મળે છે. જેમાં હોસ્પીટલ કમીટી દ્વારા આઈ.સી.યુ વોર્ડ માટે વિશિષ્ઠ પ્રકારના બેડ ખરીદી કામને મંજૂરી આપી હતી. જેની પર એક મહીના સુધી નિર્ણય કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ સદ્દર દરખાસ્ત પરત મોકલવામાં આવી છે. જેના માટે “ચાઈના” નો માલ હોવાના કારણ આપવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ અને “મેટ” દ્વારા સંચાલિત હોસ્પીટલમાં ૩૬ર નંગ બેડ ખરીદવા માટે જાહેરાત આપવામાં આવી હતી. જેના માટે જાહેર કરવામાં આવેલ ટેન્ડરમાં સાત પાર્ટીઓએ ભાગ લીધો હતો. મ્યુનિ. કોર્પોરેશનની હોસ્પીટલ કમીટીએ પ્રથમ બે લોએસ્ટ પાર્ટી પાસેથી ૩૬ર નંગ બેડ ખરીદવા માટે નિર્ણય કર્યા હતો.

પ્રતિ બેડ રૂ.૧,૪૩,૭,૭૦ ના ભાવથી જય ભવાની એન્ટરપ્રાઈઝને ૬૦ ટકા અને પાર્ટી સ્ટ્રાઈકટ પ્રા.લી.ને ૪૦ ટકા ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને હોસ્પીટલ કમીટી ૩ જુને મંજૂરી આપી હતી. સુત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.ભાજપમાં ચાલતી પરંપરા મુજબ સુરેન્દ્રભાઈ પટેલે સમક્ષ દરખાસ્ત ની ફાઈલ નો અભ્યાસ કર્યા બાદ ૧૪૩ નંગ બેડ ખરીદવા લીલી ઝંડી આપી હતી.

ત્યારબાદ હોસ્પીટલ કમીટીએ સદ્દર દરખાસ્ત ને મંજૂરી આપી હતી. પરંતુ અગમ્ય કારણોસર મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીએ એક મહીના સુધી હોસ્પીટલ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્તને ગ્રીન સીગ્નલ આપ્યુ ન હતું. ત્યારબાદ રપ જુલાઈ એ મળેલી બેઠકમાં સદ્દર દરખાસ્ત પરત મોકલી આપી હતી.

સ્ટેન્ડીગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટે બેડની કીંમત વધારે છે. તથા સરકાર સંલગ્ન પાસેથી બેડ ખરીદી થઈ શકે તેવા ટેન્ડર તૈયાર કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું જયારે મીટીંગમાં હાજર એક હોદેદાર કંપની ચાઈનાનો માલ ખરીદીને હોસ્પીટલમાં સપ્લાય કરે છે. તેથી કામ પરત મોકલવામાં આવ્યું છે. તેવા કારણ આપતા હતા.

મ્યુનિ.ભાજપના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ સુરેન્દ્રકાકા એ જયારે દરખાસ્ત મંજૂરી માટે લીલી ઝંડી આપી હતી.ત્યારે તમામ બાબતનોઅભ્યાસ કરીને જ ખરીદ કરવા સુચન કર્યું હતું પરંતુ ભાજપના એક હોદેદારો અને સુરેન્દ્રકાકા વચ્ચે ઘણા સમયથી ગજગ્રાહ ચાલી રહયો છે.

તેથી સુરેન્દ્રભાઈ પટેલની અનુમતિથી મંજૂર થતી દરખાસ્તને સ્ટેન્ડીંગમાં રોકી રાખવા કે પરત કરવા માટે આ હોદેદાર પ્રયાસ કરી રહયા છે. એસવીપીના ૧૪૩ બેડ માટે પણ આ જ પ્રકારે વિરોધ નોધાવી કામ પરત મોકલવા ચેરમેનને ફરજ પાડી હતી. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.