છેલ્લાં ૨૪ કલાકમાં ૧૩૯૦ કોરોનાના કેસ સામે આવ્યા
ગાંધીનગર: રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૧૯૬૬ ટેસ્ટ કરવામાં આવતા ૧૩૯૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે ૧૧ દર્દીના મોત કોરોનાને લીધે થથા કુલ મૃત્યુઆંક ૩૪૫૩ થયો છે. રાજ્યમાં આજે કુલ કોરોના સંક્રમિત આંકડો ૧ લાખ ૩૭ હજાર ૩૯૪ થયો છે. રાજ્યમાં આજે ૧૩૭૨ દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ ૧,૧૭,૨૩૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬૭૧૦ એક્ટિવ કેસ છે. જેમાં ૮૬ વેન્ટીલેટર પર અને ૧૬૬૨૪ સ્ટેબલ છે. અનલોક ૪ના અંતિમ દિવસે રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં પ્રથમ દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૧૩૦૦ને પાર ગયો અને આઠવાર ૧૪૦૦ને પાર આંકડો ગયો હતો. સમગ્ર સપ્ટેમ્બર માસમાં કુલ કોરોનાના કેસ ૩૯૬૪૯ કેસ નોંધાયા છે.
જ્યારે આ ઘાતક બિમારીથી ૪૪૫ દર્દીના મોત નીપજ્યા હતા. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૧ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ૩, સુરત શહેર અને જિલ્લામાં ૨, કચ્છ, મહેસાણા, રાજકોટ શહેર અને વડોદરા શહેરમાં ૧ મોત નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૭૯ અને જિલ્લામાં ૧૮ સાથે ૧૯૭ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો અમદાવાદ શહેરમાં ૩૬૮૪૮ થયો છે. આજે ૩ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૮૧૩ થયો છે. સુરત શહેરમાં ૧૮૦ અને જિલ્લામાં ૧૧૮ સાથે ૨૯૮ કેસ કોરોના નોંધાયા છે.
આ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૨૯ હજારને પાર થઈ ૨૯૧૬૯ થયો છે. આજે ૨ મોત થતા કુલ મૃત્યુઆંક ૭૬૯ થયો છે. વડોદરા શહેરમાં ૯૨ અને જિલ્લામાં ૪૧ સાથે કુલ ૧૩૩ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૨ હજારને પાર થઈ ૧૨૦૮૬ થયો છે. આજે ૧ મોત થતા કુલ મૃત્યુઆંક ૧૮૫ થયો છે.
રાજકોટ શહેરમાં ૧૦૫ અને જિલ્લામાં ૪૬ સાથે કુલ ૧૫૧ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૯૨૫૧ થયો છે. આજે ૧ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૪૦ થયો છે. જામનગર શહેરમાં ૬૮ અને જિલ્લામાં ૨૪ સાથે ૯૨ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૬ હજાર પાર થઈ ૬૦૮૯ થયો છે.