“ગુડા”નો વોટર મીટર પ્રોજેક્ટ નિષ્ફળ : ત્રણ વર્ષમાં માત્ર ૨૦૦ મીટર લાગ્યા
નક્કર પોલીસીના અભાવે નાગરિકોનો મોળો પ્રતિસાદ : કોન્ટ્રાકટરે
|
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : રાજય સરકારે લાંબી ચર્ચા અને વિપક્ષનો વિરોધ વચ્ચે વોટર મીટર પોલીસી માટે બીલ મંજૂર કર્યું છે. રહેણાંક વપરાશ માટેના પાણીનો દુરુપયોગ ન થાય તે માટે ઘરે-ઘરે મીટર લગાવવામાં આવશે. સરકારે જે શહેરમાં બેસીને સદ્દર કાયદો બનાવ્યો છે. શહેરમાં જ “વોટર મીટર” પોલીસી નિષ્ફળ સાબિત થઈ છે. ગાંધીનગર વિકાસ સત્તા મંડળ દ્વારા રાયસણ અને કુડાસણમાં ત્રણ વર્ષ પહેલા અંદાજે ચાર હજાર વોટર મીટર લગાવવા માટેનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. જેની સામે ત્રણ વર્ષ બાદ માત્ર ર૦૦ જેટલા જ વોટર મીટર લગાવવામાં આવ્યા છે.
ચોકાવનારી બાબત એ છે કે “ગુડા”ના અધિકારીઓએ યોગ્ય આયોજન વિના જ મોટાપાયે વોટર મીટરની ખરીદી કરી છે. તથા કોન્ટ્રાકટર ને પેમેન્ટ પણ કર્યું છે. પ્રોજેકટ ખોરંભે પડયા બાદ ધુળ ખાઈ રહેલ વોટરમીટરનો અન્ય સ્થળે ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી હોવાની વિગતો બહાર આવી છે. ગાંધીનગર વિકાસ સત્તા મંડળ (ગુડા) દ્વારા ર૦૧૬ માં રાયસણ અને કુડાસણ ની ટી.પી. સ્કીમ નંબર ૧૯, ૦૬,૦૯ અને ૧૩ માં વોટર મીટર લગાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. રાયસણ અને કુડાસણમાં અંદાજે ૩૯૬૪ વોટર મીટરના જાડાણ આપવા માટે રૂ.પ કરોડ ૩૦ લાખનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ગોતા વિસ્તારની “ચેતાસ” નામની કંપનીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. ગુડા દ્વારા ર૧ નવેમ્બર ર૦૧૬ના રોજ કંપનીને વર્કઓડર ઈસ્યુ કરવામાં આવ્યું હતું. વર્કઓર્ડરની શરત મુજબ તમામ વોટર મીટર લગાવવાનું કામ ૦૬ મહીનામાં પૂર્ણ કરવાનું રહેતું હતું. જેમાં પ્રથમ તબકકામાં ટી.પી. ૧૯ અને ૦૬માં પ્રથમ ત્રણ મહીનામાં અને ટી.પી. ૦૯ અને ૧૩માં બીજા મહીનામાં કામ કરવાનું રહેશે.
જેની પાર્ટ-૧,ર,૩ અને ૪માં વહેચણી કરવામાં આવી હતી.
ગુડા એ ચેનાસ કંપનીને વોટર મીટર સપ્લાય,ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ, કમીશન તથા પાંચ વર્ષના ઓપરેશન મેઈન્ટેન્સ નું કામ આપવામાં આવ્યું હતું. વર્કઓર્ડર મળ્યા બાદ કોન્ટ્રાકટરે લગભગ ત્રણ હજાર વોટર મીટરનો જથ્થો સપ્લાય પણ કર્યો હતો. ટેન્ડર શરત મુજબ વોટર મીટર સપ્લાય સામે પ૦ ટકા પેમેન્ટ આપવાનું હતું. પરંતુ “ગુડા” દ્વારા તે ત્યારબાદ લગભગ એક મહીનાના સમયગાળામાં ટેન્ડરમાં દર્શાવેલ જથ્થા મુજબના વોટરમીટર સપ્લાય થઈ ગયા હતા.
ટેન્ડરમાં જણાવ્યા મુજબ સપ્લાય સામે ૭૦ ટકા પેમેન્ટ કરવાનું રહેતું હતું. જેની ૭૦ ટકા પેમેન્ટ કરવાનું રહેતું હતું. જેની સામે “ગુડા” દ્વારા ૯પ ટકા પેમેન્ટ કરવામાં આવ્યું છે. રાયસણ અને કુડાસણમાં વોટર મીટર લગાવવા માટે વર્કઓર્ડર આપવામાં આવ્યા બાદ નાગરીકો પાસેથી અરજી મંગાવી ને ચાર્જ લેવાની શરૂઆત કરવામાં આવી હતી.
“ગુડા” દ્વારા નકકર પોલીસી તૈયાર કરવામાં આવી ન હોવાથી લગભગ ર૩૦ જેટલી અરજીઓ આવી હતી. જેમાં જાડાણદીઠ રૂ.૧૦ હજાર થી રૂ.૧૮ હજાર સુધીનો ચાર્જ લેવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટરે મળેલ અરજી મુજબ ર૩૦ જેટલા મીટર લગાવ્યા છે. ગુડા દ્વારા વોટર મીટર ફરજીયાત કરવામાં આવ્યા ન હતા. સાથે-સાથે તેની નકકર પોલીસી પણ જાહેર કરવામાં આવી ન હતી. જેના પરીણામે નાગરીકો તરફથી મોળો પ્રતિસાદ સાંપડયો હતો. તથા એકાદ-બે અરજીઓ આવવાની શરૂઆત થઈ હતી.
જેનું ઈન્સ્ટોલીગ કોન્ટ્રાકટરને પરવડે તેમ ન હોવાથી તેણે મીટર જાડાણની કામગીરી બંધ કરી છે. નવેમ્બર ર૦૧૬માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. તથા માત્ર ૦૬ માસમાં જે કામ પૂર્ણ કરવાનું રહેતું હતું તે કામ ત્રણ વર્ષથી અટકી પડયું છે. ગુડા પાસે નવા જાડાણ માટે અરજીઓ આવતી નથી તથા કોન્ટ્રાકટર ઓછી સંખ્યાના જાડાણ કરવા તૈયાર નથી જેના કારણે, ગુડા ના કરોડો રૂપિયા ફસાયા છે. પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
ગુડા ના આતરીક સુત્રો ના જણાવ્યા મુજબ ટેન્ડર શરત મુજબ ચાર અલગ અલગ સાઈઝના મીટર મંગાવવામાં આવ્યા છે તથા તમામ સાઈઝના પાચ પાચ મીટરની એફસીઆરઆઈ મા ટેસ્ટીંગ માટે મોકલવાના હતા પરતુ અગમ્ય કારણો સર ગુડાના અધિકારીઓએ માત્ર એક જ સાઈઝના પાચ મીટર ટેસ્ટીગ માટે મોકલ્યા હતા.
જે પૈકી અકે મીટરમાં તકલીફ હોવાથી વિગતો જાહેર થઈ હતી તેમ છતા ઉત્પાદક કે સપ્લાય સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. બીજી તરફ ગુડાની કામગીરીમાં આયોજનનો અભાવ હોવાથી પુરતી સંખ્યામા મીટર લાગ્યા નથી તેમજ વોટર મીટરની બીલ પણ મીટર ધારકો સુધી પહોચ્યા નથી જેના માટે કોન્ટ્રાક્ટરને જવાબદાર માનવામાં આવે છે.
ગુડાના અધિકારીઓએ નવેમ્બર ૨૦૧૮માં આ અંગે કોન્ટ્રાક્ટરને નોટીસ પણ આપી હતી પરતુ તેનો હજી સુધી યોગ્ય નિકાલ આવ્યો નથી હાલ ગુડાના ગોડાઉનમાં લગભગ ૩૫૦૦ જેટલા મીટર ધુળ ખાઈ રહ્યા છે ત્રણ વર્ષથી મીટરો પડી રહ્યા હોવાથી વોરટી પીરીયડ લગભગ પૂર્ણ થવા આવ્યો છે તેવા સંજાગોમાં સ્વ બચાવ માટે ગુડાના અધિકારીઓ સ્ટાફ ક્વાર્ટસ મીટર લગાવામાં માટી તબક્કો ત્યાર કરી રહ્યા છે
અંદાજે ૩૫૦૦ મીટર અલગ અલગ સરકારી કવોટસમાં લગાવવા માટેની ફાઈલ તૈયાર કરી ને સક્ષમ સત્તાની મંજુરી માટે મોકલી આપી છે.